For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી પ્રેસિડન્ટે જણાવ્યું, કેટલો ભયંકર હતો બગદાદીનો અંત

અમેરિકી પ્રેસિડન્ટે જણાવ્યું, કેટલો ભયંકર હતો બગદાદીનો અંત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટું એલાન કરી જણાવ્યું કે ચરમપંથી સંગઠન આઈએસઆઈએલ/આઈએસઆઈએસનો નેતા અબુ બકર અલ બગદાદીને અમેરિકી સેનાના સ્પેશિયલ ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બગદાદીએ ખુદને આત્મઘાતી જેકેટથી ઉડાવી લીધો છે. આ દરમિયાન ટ્રમ્પે પણ જણાવ્યું કે બગદાદીનો અંત કેવી રીતે થયો, તેણે પોતાના જીવનની અંતિમ ક્ષણો કેવી મહેસૂસ કરી. કેમ કે ટ્રમ્પ આ ઓપરેશન લાઈવ જોઈ રહ્યા હતા, માટે તેમને આ વિશે દરેક જાણકારી આપવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું કે આખરી ક્ષણોમાં તેઓ ઘણા ખૌફમાં હતા અને ભાગી રહ્યા હતા.

અંતિમ સમય ડરથી ભરાયેલ હતો

અંતિમ સમય ડરથી ભરાયેલ હતો

ટ્રમ્પે આ વિશે વ્હાઈટ હાઉસના ડિપ્લોમેટિક રૂમથી જણાવ્યું કે બગદાદીનો અંતિમ સમય ડરથી ભરેલો હતો. ટ્રમ્પે દાવો કરતા કહ્યું કે અમેરિકી સૈનિકોએ બગદાદીને દોડાવ્યો છે, તે બુમો પાડી રહ્યો હતો, રડી રહ્યો હતો. તે એક એવો ડરપોક હતો જે મરવા નહોતો માંગતો. તે કુતરાની મોતે મર્યો. તે એક ડરપોક હતો.

હવે તે દુનિયાથી જઈ ચૂક્યો છે

હવે તે દુનિયાથી જઈ ચૂક્યો છે

ટ્રમ્પે આગળ કહ્યું કે બગદાદી એક બીમાર અને અનૈતિક વ્યક્તિ હતો. હવે તે દુનિયાથી જઈ ચૂક્યો છે અને દુનિયા હવે સુરક્ષિત જગ્યા બની ચૂકી છે. ટ્મ્પે બગદાદીને એક ક્રૂર અને હિંસક વ્યક્તિ ગણાવ્યો અને કહ્યું કે તેનું મૃત્યુ પણ ક્રૂર અને હિંસક રીતે થયું. તેના જીવનની અંતિમ ક્ષણ પીડાદાયક હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે બગદાદીએ ખુદની સાથે પોતાના ત્રણ બાળકો અને કેટલાક અનુયાયિઓને પણ ઉડાવી દીધા છે.

આવી રીતે મૃતદેહની ઓળખ થઈ

આવી રીતે મૃતદેહની ઓળખ થઈ

ટ્રમ્પે જણાવ્યું કે ડીએનએ પરીક્ષણ બાદ અમેરિકાને મૃતદેહ પર તત્કાળ અને સકારાત્મક ઓળખાણ મળી છે. તેમણે કહ્યું કે દુનિયા હવે બહુ સુરક્ષિત જગ્યા બની ગઈ છે. તેમણે આગળ કહ્યું કે, 'ધમાકામાં બગદાદીના શરીરના ચીથડાં ઉડી ગયાં હતાં. એક ગુફામાં પડ્યા બાદ તેનું મોત થયું. પરંતુ પરીક્ષણના પરિણામોએ તેની તત્કાળ અને પૂરી રીતે સકારાત્મક ઓળખાણ આપી છે. મરનાર આ શખ્સ બગદાદી જ હતો.'

અમેરીકી સેનાના હાથે કુતરાની મોતે માર્યો ગયો અલ બગદાદી: ટ્રંપઅમેરીકી સેનાના હાથે કુતરાની મોતે માર્યો ગયો અલ બગદાદી: ટ્રંપ

English summary
baghdadi's end was terrible, us president donald trump Described
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X