'1971ના માનવસંહાર માટે માફી માગે પાકિસ્તાન'

bangladesh pakistan
ઢાકા, 9 નવેમ્બર: બાંગ્લાદેશે શુક્રવારે પાકિસ્તાનને 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા માનવસંહાર માટે માફી માગવા જણાવ્યું છે. જોકે પાકિસ્તાને તેના જવાબમાં જણાવ્યું હતું કે આ ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સમય છે.

પાકિસ્તાનની વિદેશમંત્રી હિના રબ્બાની ખાર સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશી વિદેશમંત્રી દીપૂ મોનીએ જણાવ્યું હતું કે 'બાંગ્લાદેશ આશા રાખે છે કે 1971 દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ કરેલા નરસંહાર માટે માફી માગશે.'

બાંગ્લાદેશી વિદેશ સચિવ મિઝારુલ કયાસે જણાવ્યું કે આ ઉપરાંત દીપૂ મોનીએ ઘણા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 1974 દરમિયાન તેમના દેશે ગણી વખત આ નરસંહારને લઇને અફસોસ વ્યક્ત કર્યો હતો. હવે ભૂતકાળને ભૂલાવી ભવિષ્યને સુધારી લેવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X