Bangladesh Crisis: નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ સંભાળશે બાંગ્લાદેશની અંતરિમ સરકાર, જાણો મોટી અપડેટ
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ભારે વિરોધ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને દેશ છોડી દીધો. આ પછી સેનાએ બાંગ્લાદેશ પર નિયંત્રણ જાહેર કર્યું.
બાંગ્લાદેશમાં બળવા પછી, સેનાએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ચલાવવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસની પસંદગી કરી છે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ જોયનલ આબેદીને આની જાહેરાત કરી હતી.

5 ઓગસ્ટે શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણ એકદમ અસ્થિર છે અને મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યા બાદ હિંસા ફાટી નીકળી છે. ચારે બાજુથી અલગ-અલગ જગ્યાએ તોડફોડ અને હિંસાના સમાચાર આવી રહ્યા છે. હિન્દુઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમના ઘર અને મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે.
જોયનલ આબેદિનના નિવેદન મુજબ વચગાળાની સરકારના અન્ય સભ્યોનો નિર્ણય વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવશે. અગાઉ, ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના 13-સદસ્યના પ્રતિનિધિમંડળે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને વચગાળાની સરકારના માળખાની રૂપરેખા આપવા માટે બંગા ભવનની મુલાકાત લીધી હતી.
પ્રતિનિધિમંડળ મંગળવારે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને મળ્યા હતા. આ દરમિયાન, રાજકીય ઉથલપાથલનો અંત લાવવા અને વચગાળાના વહીવટની સ્થાપના માટે ચર્ચા કરવામાં આવી હતી. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વચગાળાની સરકાર બનાવવા માટે સંસદ ભંગ કરવાની જાહેરાત કરી. સેના, રાજકીય પક્ષોના વડાઓ, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી આંદોલનના નેતાઓ સાથેની બેઠકોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ કાર્યાલયે આ સંબંધમાં એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. 1 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીના વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, જેમાંથી ઘણાને મુક્ત કરવામાં આવ્યા છે.
5 મોટી અપડેટ
રાજીનામું આપીને ભારત પહોંચેલી શેખ હસીના હવે લંડન જવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના ટૂંક સમયમાં ભારતથી લંડન જવા રવાના થઈ શકે છે.
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકાર ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી સંગઠન અને સેનાના ત્રણેય વડાઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
મોહમ્મદ યુનુસ 84 વર્ષના છે. તેમની ગ્રામીણ બેંક, જે નાની લોન આપે છે, તેને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ બેંકે બાંગ્લાદેશમાં લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે 100 ડોલરની લોન આપવાની શરૂઆત કરી હતી.
વિદ્યાર્થી નેતાઓએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવામાં આવે. યુનુસ હાલમાં પેરિસમાં છે, તે ટૂંક સમયમાં ઢાકા પરત આવી શકે છે.
જાબીર ઈન્ટરનેશનલ હોટલમાં 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જોશોર જનરલ હોસ્પિટલે 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવું માનવામાં આવે છે કે હોટલમાંથી વધુ મૃતદેહો બહાર આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
