બરાક ઓબામા ભારત વિરોધી છે: ડૉ સંપત્ત

ઓગસ્ટ મહિનામાં યોજાયેલી રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ત્રણ ભારતીય અમેરિકન પ્રતિનિધીઓમાં શિવાંગી પણ હાજર હતાં. તેમને કહ્યું હતું કે ડેમોક્રેટ્સની છબિ ભારતના મિત્રની છે પરંતુ આ માત્ર ભ્રમ છે. શિવાંગીએ મીટ રોમની માટે મિસીસિપીમાં 17 લાખ ડોલરનું દાન એકઠું કરવામાં મદદ કરી છે. ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશન (આઇએએફપીઆઇ)ના અધ્યક્ષ શિવાંગીએ કહ્યું હતું કે ઓબામા સાર્વજનિક રીતે ભારતને નોકરીઓના બાહ્યસ્ત્રોત પૂરા પાડવા અંગેની ટીકા કરી હતી. આવા સમયે બંને દેશોના સંબંધોનું ભવિષ્ય ત્યારે જ સુરક્ષિત થશે જ્યારે વાઇટ હાઉસમાં કોઇ રિપબ્લિકન આવે.
તેમને કહ્યું હતું કે જોકે ભારતીય મૂળના મોટાભાગના લોકો અમેરિકી ડેમોક્રેટિક પાર્ટી અને ખાસ કરીને ઓબામાના સમર્થક છે. પરંતુ બીજી તથા ત્રીજી પેઢીના ભારતીયોનું ચલણ બદલાઇ રહ્યું છે.
શિવાંગીએ કહ્યું હતું કે 'રાષ્ટ્રપતિ ઓબામા ભારતને રોજગારના બાહ્યસ્ત્રોત અને આઇટી કંપનીઓ માટે ભારતના વર્ક વિઝાના કટ્ટર ટીકાકાર છે. આ તો ફ્ક્ત ભ્રમ છે કે ડેમોક્રેટ ભારત પ્રત્યે મિત્રભાવ રાખે છે.












Click it and Unblock the Notifications
