For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bitcoin Scam: ઓબામા, નેતન્યાહૂ અને ગેટ્સ સહિત મોટી હસ્તીઓના ટ્વિટર અકાઉન્ટ હેક

દુનિયાના દિગ્ગજ નેતાઓ અને વેપારીઓના ટ્વિટર અકાઉન્ટ હેકરોએ હેક કરી લીધા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાના દિગ્ગજ નેતાઓ અને વેપારીઓના ટ્વિટર અકાઉન્ટ હેકરોએ હેક કરી લીધા છે. જેમના અકાઉન્ટ હેક થયા છે તેમાં અમેરિકાના પૂુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલૉન મસ્ક, અમેરિકી રેપર કાન્યે વેસ્ટ, રેન બફેટ, એપ્પલ, ઉબર સહિત ઘણા મોટા લોકોના નામ છે.

મોટી ચિંતાનો વિષય

મોટી ચિંતાનો વિષય

હેકર આ મોટા નામોના અકાઉન્ટથી સતત ટ્વિટ કરી રહ્યા છે અને બિટકોઈન માંગી રહ્યા છે. આ ઘટના બાદ ટ્વિટરે કહ્યુ કે અમને ટ્વિટર અકાઉન્ટ હાઈજેક થવાની માહિતી છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છે અને જલ્દી આ વિશે વધુ માહિતી આપીશુ. આ એક મોટી ચિંતાનો વિષય છે પરંતુ ઘણા ટ્વિટર અકાઉન્ટ હેકિંગ બાદ રિપેર થઈ ગયા છે જેના પર ફરીથી પોસ્ટ પણ શરૂ થઈ ગઈ છે.

બિલ ગેટ્સના અકાઉન્ટ પર આ લખ્યુ

બિલ ગેટ્સના અકાઉન્ટ પર આ લખ્યુ

તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના અકાઉન્ટ પર ટ્વિટ કર્યુ હતુ કે આવતી 30 મિનિટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલ બધા પેમેન્ટ બમણા કરી રહ્યો છુ. તમે એક હજાર ડૉલર મોકલો અને હું તમને બે હજાર ડૉલર પાછા મોકલીશ.

'તમે જેટલા પણ બિટકૉઈન મોકલશો, તેને બમણા કરવામાં આવશે'

વળી, એપ્પલા અકાઉન્ટથી લખવામાં આવ્યુ, 'અમે તમને લોકોને કંઈક આપવા માંગીએ છીએ. આશા છે કે તમે પણ સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકૉઈન મોકલશો, તને બમણા કરીને પાછા આપવામાં આવશે. આ માત્ર 30 મિનિટ માટે છે.' જોકે આ પોસ્ટ 30 મિનિટ બાદ ગાયબ પણ થઈ ગઈ. વિશ્વની આ જાણીતી હસ્તીઓના અકાઉન્ટ હેક થવાના કારણે હોબાળો થઈ ગયો છે. હાલમાં આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલીરાજકોટમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, હિમાચલ-આસામમાં પણ ધરતી હલી

English summary
Barack Obama, Joe Bidenand Bill Gates Twitter accounts hacked on Wednesday as part of a six-figure cryptocurrency scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X