ઓબામાએ આપી પ્રેમની પરવાનગી, આરામથી બોયફ્રેન્ડ બનાવો
ન્યૂયોર્ક, 9 નવેમ્બર: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ બરાક ઓબામા ખૂબ જ ખુશ છે અને ભેટ સ્વરૂપે તેમને પોતાની પુત્રીઓને બોયફ્રેન્ડ બનાવવાની પરવાનગી આપી છે. બરાક ઓબામાએ નક્કી કર્યું છે કે તેમની 14 વર્ષીય પુત્રી માલિયા અને 11 વર્ષીય સાશાના બોયફ્રેન્ડને વ્હાઇટ હાઉસમાં રોકાવવા માટ વિશેષ જગ્યા બનાવી છે જેથી તેમને કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય. અત્રે ઉલ્લેખનીય છે કે બરાક ઓબામા ઇચ્છે છે કે તેમની પુત્રીઓ સામાન્ય રીતે મોટી છે અને તે દરેક વસ્તુનો આનંદ ઉઠાવે જે દરેક કિશોર પોતાની આ ઉંમરમાં ઇચ્છે છે.

બરાક ઓબામા ચાર વર્ષ બાદ રાષ્ટ્રપતિ પદનો ત્યાગ કરશે ત્યારે તેમની છોકરીઓ 18 અને 15 વર્ષની થઇ જશે. જો કે મળતી માહિતી મુજબ બરાક ઓબામાની પુત્રીઓનું ફેસબુક એકાઉન્ટ નહીં હોય. બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ થોડાં મહિના અગાઉ કહ્યું હતું કે તેમને માલિયા અને સાશા સાથે સોસિયલ મિડીયા અને ઇન્ટરનેટની ઘાતક અસરો અંગે ચર્ચા કરી હતી. ઓબામા પરિવાર અત્યાર સુધી આ છોકરીઓને પબ્લિસિટીથી બચાવતો રહ્યો છે. લોકોએ અત્યાર સુધી તેમના રૂપને જોયું છે જે પરિવારે તેમને બતાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમની અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બરાક ઓબામામાં જામેલી સરાકસીમાં બરાક ઓબામાએ મિટ રોમનીને પછાડી રાષ્ટ્રપતિની ખુરશી મેળવી લીધી છે. પોતાની જીત બાદ બરાક ઓબામા જ્યારે મંચ પર આવ્યા ત્યારે તેમની સાથે તેમની બંને દિકરીઓ સાથે હતી.












Click it and Unblock the Notifications
