For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનું ભાષણ ઓબામા પણ સાંભળે છે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 6 ફેબ્રુઆરી: સોશિયલ મીડિયામાં એક બનાવટી ફોટાનો પ્રસાર થઇ રહ્યો છે જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળતા દર્શાવવામાં આવ્યા છે.

જો કે આ બનાવટી ફોટો ઓબામાનો એક જુના ફોટા સાથે છેડછાડ કરી સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહ્યો છે. હકિકતમાં ફોટો 28 જાન્યુઆરી, 2011નો છે જ્યારે બરાક ઓબામાએ મિશ્રના તત્કાલિન રાષ્ટ્રપતિ હુસ્ની મુબારકને પદ છોડતી વખતે આપેલા ભાષણને જોઇ રહ્યાં હતા. વ્હાઇટ હાઉસના અનુસાર આ ફોટો પીટ સૂઝાએ પાડ્યો હતો અને તેના સોશિયલ વેબસાઇટ ફ્લિકરના એકાઉન્ટ પર છે.

obama-modi

બનાવટી ફોટામાં મુબારકની જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે. તેમાં નરેન્દ્ર મોદી ભાષણ આપતાં હોય એવી મુદ્રામાં છે. આ બનાવટી ફોટા નીચે લખવામાં આવ્યું છે 'ઓબામા પણ સાંભળે છે નમોનું ભાષણ'. સોશિયલ મીડિયામાં જે લોકોએ આ બનાવટી ફોટો શેર કર્યો છે તેમાં ગુજરાતના નવસારીના ભાજપના સાંસદ સી આર પાટીલનો સમાવેશ થાય છે.

જ્યારે સી આર પાટીલનો સંપર્કનો કરવામાં આવ્યો તો તેમને કહ્યું કે તેમને આ અંગે જાણકારી નથી ફોટાની સાથે છેડતી કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે આ ફોટો તેમના ફેસબુક એકાઉન્ટ પર કોઇએ મોકલ્યો હતો અને તેમને તેની વાસ્તવિકતા જાણ્યા વિના તેને શેર કરી દિધો. આર સી પાટીલે કહ્યું હતું કે તેની પાછળ ભાજપના વિરોધીઓનો હાથ હોઇ શકે છે.

English summary
"Even Obama listens (to) the speech of NaMo," says the caption of a doctored picture showing the US President watching a Narendra Modi speech on TV which is in circulation on social media outlets today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X