ઈઝરાયેલની ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂની જીત, ગેટ્જે હાર સ્વીકારી

ઈઝરાયેલની ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂની જીત, ગેટ્જે હાર સ્વીકારી

નવી દિલ્હીઃ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઈલેક્શનમાં જીત હાંસલ કરી લીધી છે અને હવે તેઓ પાંચમી વખત ઈઝરાયેલના પીએમ બની ગયા છે. દેશની ત્રણ પ્રમુખ ચેનલે વિપક્ષી નેતા બૈની ગેટ્ઝને હરાવી પીએમની જીતની ઘોષણા કરી છે. 97 ટકા મતની ગણતરી થઈ ચૂકી છે પરંતુ કોઈપણ પાર્ટીએ બહુમત મળવાનું એલાન નહોતું કર્યું. જો કે બેંજામિન નેતન્યાહૂ ગઠબંધન બનાવવાની મજબૂત સ્થિતિમાં છે.

benjamin netanyahu

બીજી બાજુ પીએમ મોદીએ બુધવારે જ ઈઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂને જીતની શુભકામના પાઠવી હતી. મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 'મારા મિત્ર બીબી, શુભેચ્છા. તમે ભારતના મહાન મિત્ર છો. તમારી સાથે પુનઃ કામ કરવા માટે હું ઉત્સુક છું. મારી ઈચ્છા છે કે અમારી દ્વિપક્ષીય ભાગીદારી એક નવા પડાવ પર પહોંચે.' 2017માં પીએમ મોદી ઈઝરાયેલ જનાર પહેલા વડાપ્રધાન હતા. નેતન્યાહૂએ મોદીને એરપોર્ટ પર રિસીવ કર્યા હતા.

9 એપ્રિલે મતદાન થયું હતું

ઈઝરાયેલમાં 97 ટકા વોટની ગણતરી થઈ ચૂકી છે. પીએમ બેંજામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને બેની ગેટ્સની બ્લૂ એન્ટ વ્હાઈટ પાર્ટીએ નેસેટ (સંસદ)માં 35-35 સીટ જીતી લીધી છે. બંને પાર્ટીઓ દક્ષિણમંથી છે. નેતન્યાહૂને 26.28 અને બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટીને 25.97 ટકા વોટ મળ્યા. 9 એપ્રિલે ઈઝરાયેલમાં વોટિંગ થયું હતું.

આ પણ વાંચો- મહાયુદ્ધ શરૂ, પહેલા તબકકામાં લોકસભાની 91 સીટ પર આજે વોટિંગ થશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X