For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી: 1700ની વસ્તીવાળા આ ગામમાંથી માત્ર 15 વોટ પડ્યા

લોકસભા ચૂંટણી: 1700ની વસ્તીવાળા આ ગામમાંથી માત્ર 15 વોટ પડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન આજે વહેલી સવારે 7 વાગ્યેથી શરૂ થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 20 રાજ્યોની કુલ 91 સીટ પર મતદાન થશે. પહેલા તબક્કામાં 14 કરોડથી વધુ મતદાતા 1297 ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો કરશે. જેના માટે 170664 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની 8 સીટ, ઉત્તરાખંડની તમામ 5 સીટ, આંધ્ર પ્રદેશની તમામ 25 સીટ, અરુણાચલ પ્રદેશની 2, આસામની 5, બિહારની 4, છત્તીસગઢની 1, જમ્મૂ અને કાશ્મીરની 2, મહારાષ્ટ્રની 7, મણિપુરની 1, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, ઓરિસ્સાની 4, સિક્કિમની 1, તેલંગાણાની 17, ત્રિપુરાની 1, પશ્ચિમ બંગાળની 2, આંદામાન નિકોબારની 1 અને લક્ષદ્વીપની 1 સીટ પર મતદાન થશે. લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી વિશે સંપૂર્ણ વિગતો અહીં મેળવો...

voting

Newest First Oldest First
5:41 PM, 11 Apr

છત્તીસગઢ

છત્તીસગઢના નારાયણપુરમાં ઓરછા ચોકી વિસ્તારમાં સુરક્ષાબળો સાથે એન્કાઉન્ટરમાં એક નક્સલી ઠાર મારવામાં આવ્યો. ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ.
5:36 PM, 11 Apr

મણિપુર

મણિપુર: થાઉબલ જિલ્લાના હીરોકમાં હીરોક હાઈ સ્કૂલમાં પહેલા તબક્કાની ચૂંટણી પુરી, ચૂંટણી અધિકારીઓએ ઈવીએમ સીલ કર્યા
5:35 PM, 11 Apr

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 64 ટકા મતદાન, ગાઝીયાબાદના ધોલાના વિધાનસભા ક્ષેત્રમાં 63 ટકા વોટિંગ, મતદાન હજુ પણ ચાલુ છે.
5:33 PM, 11 Apr

ઉત્તરપ્રદેશ

યુપીના બિજનૌરમાં લગ્ન કરતા પહેલા દુલ્હો વોટ નાખવા માટે પહોંચ્યો
5:06 PM, 11 Apr

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 46.17 ટકા મતદાન આજે પહેલા તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં બે સીટો પણ મતદાન થઇ રહ્યું છે
4:43 PM, 11 Apr

બિહાર

પહેલા ચરણમાં બપોરે ત્રણ વાગ્યે બિહારના ઔરંગાબાદમાં 38.50 ટકા, ગયામાં 44 ટકા અને નવાડામાં 43 ટકા અને જમુઈમાં 41.34 ટકા વોટિંગ
4:41 PM, 11 Apr

ઓરિસ્સા

ઓરિસ્સામાં બીજું જનતા દળે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી ભાજપ પર પ્રેસ કોન્ફ્રરન્સમાં આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
4:00 PM, 11 Apr

ઉત્તરપ્રદેશ

બીએસપી ઘ્વારા ચૂંટણી પંચને ચિઠ્ઠી લખવામાં આવી છે કે તેમને સૂચના મળી છે કે યુપી પોલીસ ઘ્વારા ઘણા વિસ્તારોમાં દલિતોને વોટ નાખવાથી રોકવામાં આવી રહ્યા છે
3:55 PM, 11 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વોટ આપીને ગામ પાછા ફરી રહેલા લોકોનું ટ્રેક્ટર શંકરપુર ગામમાં પલટાયું, જેમાં ત્રણ લોકોની મૌત થઇ છે અને 9 લોકો ઘાયલ થયા છે
3:41 PM, 11 Apr

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં મીરાપુરમ ગામમાં મતદાન દરમિયાન હિંસા થઇ જેમાં ટીડીપી નેતા સિદ્ધા ભાસ્કર અને વાયએસઆર કાર્યકર્તા પુલ્લા રેડ્ડીની મૌત થઇ ચુકી છે.
3:40 PM, 11 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના નાગપુરમાં દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિ આગમે વોટ કરવા માટે પહોંચી, લોકોને પણ વોટ કરવાની અપીલ કરી.
3:24 PM, 11 Apr

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના ગુંટુરમાં પોલિંગ બૂથ પર ટીડીપી નેતા કોડેલા શિવા પ્રસાદ રાવ પર હુમલો
2:21 PM, 11 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીના નોયડામાં પોલિંગ બૂથ પર નમો ફૂડ પેકેટ્સને લઈ ચૂંટણી આયોગનું નિવેદન, તે 10 વર્ષ જૂની દુકાન છે, જેનું બ્રાન્ડ નામ આ છે, મીડિયાએ મામલાને ખોટી રીતે લીધું.
1:54 PM, 11 Apr

ઉત્તરાખંડ

ઉત્તરાખંડની પાંચેય લોકસભા સીટ પર 1 વાગ્યા સુધીમાં 41.27 ટકા મતદાન
1:53 PM, 11 Apr

મણિપુર

મણિપુરની આઉટર મણિપુર લોકસભા સીટ પર મતદાનને લઈ મતદાતાઓમાં ઉત્સાહ, પોલિંગ બૂથ બહાર લાગી વોટર્સની લાઈનો
1:31 PM, 11 Apr

તેલંગાણા

તેલંગાણાઃ ગાચીબોવલીના નાનકરામગુડામાં પોલિંગ બૂથ પર વોટ આપવા પહોંચ્યા ટેલીવુ સ્ટાર નાગા ચૈતન્ય અને અભિનેત્રી સમંથા
1:14 PM, 11 Apr

ઉત્તરાખંડ

ઉત્તરાખંડના હરિદ્વારમાં યોગ ગુરુ રામદેવે પોલિંગ બૂથ પર પોતાનો વોટ આપ્યો, લોકોને મતદાન કરવાની અપીલ કરી.
1:13 PM, 11 Apr

જમ્મુ અને કાશ્મીર

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના પુંછમાં પોલિંગ બૂથ પર ઈવીએમમાં કોંગ્રેસનું બટન કામ ન કરતું હોવાનો આરોપ લગાવ્યો, ચૂંટણી પંચે ઈવીએમ બદલ્યું
1:12 PM, 11 Apr

છત્તીસગઢ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમામાં કડક સુર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થઈ રહ્યું છે મતદાન, પોલિંગ બૂથ બહાર વોટર્સની માંબી લાઈનો લાગી
12:24 PM, 11 Apr

Video: જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ પછાડ્યું, ધરપકડ

આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. અનંતપુર જિલ્લાના ગુટકાલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ પર તે સમયે હંગામો થઇ ગયો, જયારે જનસેનાના ઉમેદવાર મધુસદન ગુપ્તાએ
12:22 PM, 11 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલિંગ બૂથ પાસે નક્સલીઓએ કર્યો આઈઈડી બ્લાસ્ટ, કોઈ નુકસાન નહિ, ઘટના સ્થળે પહોંચ્યા સુરક્ષાબળના જવાન
12:21 PM, 11 Apr

તેલંગાણા

તેલંગાણાની ખમ્મમ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રેણુકા ચૌધરીએ પોતાનો મત નાખ્યો, જીતનો ભરોસો જતાવ્યો.
11:49 AM, 11 Apr

ઓરિસ્સા

ઓરિસ્સાના બરહમપુરમાં પોલિંગ બૂથ બહાર વોટર્સની લાંબી લાઈનો લાગી, પહેલા તબક્કામાં ઓરિસ્સાની 4 લોકસભા સીટ પર થઈ રહ્યું છે મતદાન
11:48 AM, 11 Apr

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડુએ ચૂંટણી પંચને લખી ચિઠ્ઠી, ઈવીએમ ખરાબ થયેલ પોલિંગ બૂથ પર ફરી મતદાન કરવાની માંગણી
11:46 AM, 11 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીમાં ખુર્જાના ઘરપા ગામમાં મતદાનનો બહિષ્કાર, નોયડા લોકસભામાં આવે છે ખુર્જાનો કેટલોક વિસ્તા, રસ્તાનું સમારકામને લઈ ગ્રામીણોમાં છે આક્રોશ, બૂથ સંખ્યા 139, 140 પર નથી થઈ રહ્યું મતદાન, 1759 મતદાતાઓના ગામામાં માત્ર 15 મત પડ્યા.
11:44 AM, 11 Apr

ઉત્તર પ્રદેશ

સવારે 11 વાગ્યા સુધીમાં યૂપીના સહારનપુરમાં 24 ટકા મતદાન, બાગપતમાં 11 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન, પોલિંગ બૂથ બહાર મતદાતાઓની લાંબી લાઈનો લાગી.
11:30 AM, 11 Apr

આપ અને કોંગ્રેસમાં ગઠબંધન નહીં થઇ શકે, સંજય સિંહએ કારણ જણાવ્યું

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની ખબરો પર સંજય સિંહએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.
11:28 AM, 11 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીના શામલીમાં દલિત મતદાતાઓને મતદાન ન કરવા દેવાનો આરોપ, મતદાર યાદીમાં નામ હોવા છતાં નથી આપવા દેવામાં આવી રહ્યો વોટ
11:28 AM, 11 Apr

ઉત્તર પ્રદેશ

સવારે 11 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશના સહારનપુરમાં 24 ટકા મતદાન થયું, બાગપતમાં 11 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન થયું.
11:27 AM, 11 Apr

ચૂંટણી પરિણામો બાદ માયાવતી કોંગ્રેસ સાથે કરશે ગઠબંધનઃ પી ચિદમ્બરમ

પૂર્વ ગૃહમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ઉત્તરપ્રદેશમાં ગઠબંધન વિશે મોટુ નિવેદન આપ્યુ છે. ચિદમ્બરમે ચૂંટણી બાદ એ અંગે આશા વ્યક્ત કરી છે
READ MORE

English summary
Lok Sabha Elections 2019: live update of the first phase voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X