For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ?

બ્રિટનની એક અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યુ કે ભારતની તિહાર જેલ સુરક્ષિત છે. ત્યાં ભારતીય ભાગેડુને પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટનની એક અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા કહ્યુ કે ભારતની તિહાર જેલ સુરક્ષિત છે. ત્યાં ભારતીય ભાગેડુને પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. કોર્ટે આ આદેશ ક્રિકેટ મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલા સાથે સંબંધિત મામલે આપ્યો છે. બ્રિટનની કોર્ટના આ ચુકાદો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. યુકે કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યુ કે તિહાર જેલ પરિસરમાં સંજીવ ચાવલાને કોઈ જોખમ નથી. ભારત સરકાર તરફથી અપાયેલ ત્રીજા આશ્વાસન બાદ કોર્ટે આ આદેશ સંભળાવ્યો છે.

આ પણ વાંચોઃ રાતના ત્રીજા પહોરને કેમ કહે છે 'મોતનો સમય', જાણો આ રહસ્યનું સત્યઆ પણ વાંચોઃ રાતના ત્રીજા પહોરને કેમ કહે છે 'મોતનો સમય', જાણો આ રહસ્યનું સત્ય

લંડન હાઈકોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો

લંડન હાઈકોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો

લંડન હાઈકોર્ટના લૉર્ડ જસ્ટીસ લેગાટ અને જસ્ટીન ડિંજમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યુ કે તિહાર જેલ કોમ્પ્લેક્સમા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઈ જોખમ નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ફિક્સિંગનો આરોપ છે ભારત તરફથી અપાયેલા ત્રીજા આશ્વાસન બાદ અને ઈલાજનો ભરોસો અપાયા બાદ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો.

મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલા સંબંધિત મામલે ચુકાદો

મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલા સંબંધિત મામલે ચુકાદો

લંડન હાઈકોર્ટના મહત્વના ચુકાદા બાદ હવે નવા ચુકાદા માટે કેસ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને ટ્રાન્સફર થશે. બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ મામલે અંતિમ નિર્ણય લેશે. જો કે હજુ પણ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ત્યારબાદ ચુકાદાને લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે. વાસ્તવમાં સંજીવ ચાવલા કેસ હન્સી ક્રોનિએમા મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો મામલો છે. આમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝરુદ્દીન પર પણ આરોપ લાગ્યા હતા.

શું વિજય માલ્યા કેસ પર પણ થશે અસર?

શું વિજય માલ્યા કેસ પર પણ થશે અસર?

હાલમાં ભારત માટે લંડન હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે મહત્વનો છે કારણકે આની અસર ક્યાંકને ક્યાંક વિજય માલ્યા કેસ પર પણ થશે. આવુ એટલા માટે કારણકે વિજય માલ્યાએ પ્રત્યાર્પણ મામલે ભારતની જેલોને અસુરક્ષિત ગણાવી છે. જો કે હવે જે રીતે કોર્ટે તિહાર જેલને સુરક્ષિત ગણાવી છે ત્યારબાદ બ્રિટનની અદાલત માલ્યાના પ્રત્યાર્પણ મામલે પણ મોટો ચુકાદો આપી શકે છે. તમને જણાવી દઈએ કે માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં 10 ડિસેમ્બરે ચુકાદો આવી શકે છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યુ ઘોષણાપત્ર, આપ્યા આ મોટા ચૂંટણી વચનોઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યુ ઘોષણાપત્ર, આપ્યા આ મોટા ચૂંટણી વચનો

English summary
Big win for India: UK court rules Tihar jail poses no risk, judgment could consequences for Vijay Mallya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X