For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની રાજનીતિમાં બિલાવલ ભુટ્ટોની એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

bilawal bhutto
ઇસ્લામાબાદ, 27 ડિસેમ્બર: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી ગુરુવારે ઔપચારિક રીતે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. પોતાની માતા બેનજીર ભુટ્ટોની પાંચમી વરસીના દિવસે આયોજિત કાર્યક્રમમાં તેમનુ રાજનીતિમાં ઔપચારિક પ્રવેશ થશે.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના એક નજદીકી સૂત્રએ આપેલી માહિતી અનુસાર બિલાવલ સિંધના ગઢી ખુદા બક્સમાં એક બેઠક દરમિયાન ઔપચારિક રીતે સક્રિય રાજનીતિમાં સામેલ થશે અને આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં પીપીપીની કમાન સંભાળશે.

પીપીપીનો ગઢ માનવામાં આવતા નૌદેરો નજીક ભુટ્ટો પરિવારના મકબરાની બહાર આ કાર્યક્રમનું આયોજન થશે. જેમાં 24 વર્ષીય બિલાવલ અને તેમના પિતા આસિફ અલી ઝરદારી બંને ભાષણ આપશે.

અટકળો લગાવવામાં આવી રહી છે કે ઝરદારી આ કાર્યક્રમમાં આવનાર સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંબંધમાં હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. વર્તમાન એસેમ્બલીનો પાંચ વર્ષનો કાર્યક્રમ આવતા વર્ષ માર્ચમાં પૂરું થઇ જશે.

પીપીપી નેતાઓએ સંકેત આપ્યો કે સામાન્ય ચૂંટણી આવતા વર્ષ માર્ચ અથવા એપ્રિલમાં થઇ શકે છે. તેની સાથે ચાર પ્રાંતિય વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. સંભાવના છે કે બિલાવલ પોતાના ભાષણમાં બેનજીર ભુટ્ટોની હત્યાનો તપાસ રિપોર્ટ સાર્વજનિક કરશે.

English summary
The 24-year-old only son of assassinated former Pakistani prime minister Benazir Bhutto is due to launch his political career on Thursday, the fifth anniversary of his mother's death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X