For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધધ! 600 કિલોના માણસને ક્રેનથી પહોંચાડાયો હોસ્પિટલ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

દુબઇ, 20 ઑગસ્ટ : સાઉદી અરબમાં ખાલિદ મોહસિન શાયરી નામનો એક શખ્સ જ્યારે બિમાર પડ્યો તો આખા શહેરને તેની જાણ થઇ ગઇ. તેને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર ટીવી પર ફ્લેશ થવા લાગ્યા. ફાયર બ્રિગેડથી લઇને એરપોર્ટ સુધી તંત્ર સચેત બની ગયું. આખરે કેમ ના બને, ખાલિદનું વજન જ એટલું બધું હતું. હા ખાલિદ જ્યારે બિમાર પડ્યો તો તેને ઉઠાવવા માટે સ્ટ્રેચરના સ્થાને ક્રેન બોલાવવી પડી.

દુનિયાના સૌથી મોટા લોકોમાંથી એક ખાલિદના બિમાર થયાના સમાચાર સાંભળીને જ તેના પરિવારની ચિંતામાં વધારો થઇ ગયો. ચિંતા તેના ઠિક થયા કરતા તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાની હતી. અને એ પણ ઝિઝાનના કોઇ હોસ્પિટલમાં નહીં પરંતુ રિયાદમાં, જ્યાંના માટે ડોક્ટરોએ તેને રિફર કર્યો હતો. સૌથી મોટી સમસ્યા એ હતી કે ખાલિદને ઉઠાવશે કોણ, કારણ કે 600 કિલોનું વજન ધરાવતો આ વ્યક્તિ ઘણા વર્યોથી પોતાના ઘરમાં જ છે.

fatty
મેદસ્વીપણાના કારણે તે પોતાના ઘરથી નીકળી પણ શકતો નથી. એટલું જ નહી તેનું વજન સહન કરી શકે એવો બેડ પણ સાઉદી અરબમાં ક્યાંય ના મળ્યો, તો અમેરિકાથી તેને એક વિશેષ બેડ બનાવડાવો પડ્યો.

સોમવારે જ્યારે તેને હોસ્પિટલ પહોંચાડવાનો હતો ત્યારે સ્થાનીય સરકારના વિશેષ નિર્દેશ પર ફાયર બ્રિગેડના કર્મચારી તેના ઘરે પહોંચ્યા અને ક્રેનના માધ્યમથી તેને નીચે ઉતારવામાં આવ્યો, જેની પર તે સુતો હતો. ક્રેનથી ઉઠાવીને આ બેડને ટ્રકમાં મૂકવામાં આવ્યો, બાદમાં એરપોર્ટ લઇ જવાયો. ત્યાંથી તેને એક વિશેષ વિમાનમાં લગેજના સ્થાને તેને રાખીને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો.

English summary
A Saudi man weighing 610 kilograms (1,344 pounds) was forklifted to hospital on Monday for medical treatment at the expense of the monarch to reduce his weight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X