પાકિસ્તાનમાં રવિવારે ડબલ બોમ્બ એટેકમાં 44નાં મોત

બોમ્બ બ્લાસ્ટની પ્રથમ ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે. જ્યારે અંદાજે 50 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં બનેલી આ ઘટનામાં રિમોટથી સંચાલિત એક શક્તિશાળી બોમ્બ એટેક કરીને સુરક્ષા દળોની ટુકડીને નિશાન બનાવવામાં આવી હતી.
જ્યારે બીજા વિસ્ફોટ દક્ષિણ પશ્ચિમી શહેર ક્વેટામાં થયા છે. આ બોંમ્બ વિસ્ફોટોમાં પણ 20થી વધારે લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ બન્યા છે. આ વિસ્ફોટો રવિવારે 30 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટો કોણે કર્યા છે તે અંગે હજી કોઇ વિગતો મળી નથી.












Click it and Unblock the Notifications
