For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, ઓઇલ કંપનીની બસને બનાવાઇ નિશાન

દુનિયાના સૌથી અશાંત દેશ ગણાતા અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ એક ઓઇલ કંપનીની બસને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દીધી હતી.

|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી અશાંત દેશ ગણાતા અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ એક ઓઇલ કંપનીની બસને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દીધી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ ઉત્તર અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં થયો હતો. આતંકવાદીઓએ એક ઓઈલ કંપનીની સ્ટાફ બસને બોમ્બથી ઉડાવી દીધી હતી, આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા.

afghanistan

બલ્ખ પ્રાંતમાં થયો બોમ્બ વિસ્ફોટ

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર ભાગમાં આવેલા બલ્ખ પ્રાંતમાં 6ડિસેમ્બરની સવારે લગભગ 7 કલાકે હેરટન ઓઇલના કર્મચારીઓની બસમાં વિસ્ફોટ થયો હતો. આ સાથે બોમ્બ બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં શહેરી વિસ્તારોમાં ઘણા મોટા હુમલાઓ થયા છે, જેમાંથી કેટલાકની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે રાજધાની કાબુલમાં પણ આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ પાકિસ્તાન એમ્બેસીની બહાર બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તાલિબાને દાવો કર્યો છે કે, પાકિસ્તાન દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટના એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે. આવા સમયે તાલિબાને જણાવ્યું છે કે, હુમલા પાછળ વિદેશી દળોનો હાથ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તિરાડ ઊભી કરવાના ઉદ્દેશ્યથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

English summary
Bomb blast in Afghanistan, oil company bus targeted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X