અવિશ્વાસ પ્રસ્તાવમાં બોરિસ જૉનસનને મળી જીત, બોલ્યા - આ નિર્ણાયક પરિણામ
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવી લીધી છે.
લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવી લીધી છે. અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવ્યા બાદ બોરિસ જૉનસને આને નિર્ણાયક જીત ગણાવી. જૉનસને કહ્યુ કે મારા મતે આ ખૂબ જ સારી, સકારાત્મક, નિર્ણાયક પરિણામ છે કે જે અમને એકજૂટ રહેવા માટે તૈયાર કરે છે. બોરિસ જૉનસનને ચોંકાવીને તેમના જ 148 સાંસદોએ તેમની વિરુદ્ધ વોટ કર્યુ જ્યારે 211 સાંસદોએ તેમના સમર્થનમાં વોટ કર્યુ.

બોરિસ જૉનસને કહ્યુ કે સરકારી દૃષ્ટિકોણથી આનો અર્થ એ છે કે આપણે આગળ વધી શકીએ અને એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ જે ખરેખર વધુ મહત્વપૂર્ણ છે. આ પરિણામોએ અમને મીડિયા આગળ મૂકવા માંગે છે તે બધુ પાછળ છોડી દેવાની તક આપી છે. જૉનસને કહ્યુ કે હું જલ્દી સામાન્ય ચૂંટણી ઇચ્છતો નથી પરંતુ તેણે આ શક્યતાને પણ નકારી નથી. તમને જણાવી દઈએ કે બોરિસ જૉનસનના સમર્થનમાં 211 વોટ પડ્યા જ્યારે તેમની વિરુદ્ધ 148 વોટ પડ્યા. વિપક્ષ અને તેમની પોતાની પાર્ટીના સભ્યોએ માંગ કરી હતી કે બોરિસ જૉનસન તેમના પદ પરથી રાજીનામુ આપે.
વાસ્તવમાં, બોરિસ જૉનસનનો જે રીતે પાર્ટી કરવાનો વીડિયો સામે આવ્યો હતો તે પછી તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જૉનસન પર લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાનો આરોપ હતો. તે પોતાના ઘર અને ઓફિસમાં પાર્ટી કરતા હતા. તેમણે પોતે પોતાની સરકારના કોરોના લોકડાઉનનુ ઉલ્લંઘન કર્યુ, તેમણે સરકારી ઓફિસમાં લોકોને પાર્ટીમાં આમંત્રણ આપ્યુ. સીએનએન અનુસાર, બોરિસ જૉનસનને તેમની વિરુદ્ધ 148 મતોની અપેક્ષા નહોતી. તેમના પોતાના ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યુ હતુ. જો કે, સારા સમાચાર એ છે કે 58.6 ટકા કન્ઝર્વેટિવ સાંસદોએ તેમને ટેકો આપ્યો હતો.












Click it and Unblock the Notifications
