બોસ્ટન બ્લાસ્ટ: આરોપીએ પોતાને ગણાવ્યો નિર્દોષ
બોસ્ટન, 12 જુલાઇ: બોસ્ટન મેરેથોનમાં બોમ્બ વિસ્ફોટના આરોપી સારનેવને પ્રથમ વાર કોર્ટમાં હાજર કરતી વખતે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. બોસ્ટન મેરેથોન બ્લાસ્ટમાં 3 લોકોના મોત નિપજ્યાં હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. સારનેવ પર 30 આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં બે હત્યાના આરોપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બોમ્બ બ્લાસ્ટમાં એક આઠ વર્ષીય બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યાં હતા.
સીએનએના જણાવ્યા અનુસાર ફરિયાદપક્ષે 17 મામલાઓમાં આરોપી હોવાના માટે મોતની સજાની માંગણી કરી છે. જોખર પર મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)ના એક પોલીસ અધિકારીની હત્યાનો આરોપ પણ છે. બોસ્ટન બ્લાસ્ટના ત્રણ દિવસ બાદ જોખર અને તેના ભાઇ તામેરલાને ગોળી મારીને પોલીસકર્મીની હત્યા કરી દિધી હતી.

તેના પર કાર ચોરવાનો અને વિસ્ફોટ પહેલાં ઇસ્લામી આતંકવાદી સામગ્રી ડાઉનલોડ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન સારનાએફની બે બહેનો અને દોસ્ત પણ હાજર હતા. તેની એક બહેન પોતાની આંખોના આંસુ લુછી રહી હતી. કોર્ટમાંથી જ્યારે તેને બહાર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે હસી રહ્યો હતો. તેને પોતાના પરિવારના લોકો અને મિત્રોને અભિવાદન પણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
