For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 વર્ષ બાદ પૌત્રએ શોધી દાદાની ખોવાયેલી અંગૂઠી

|
Google Oneindia Gujarati News

ring
નોર્થ કૈરોલિના, 22 જુલાઇઃ આમ તો દાદા પોતાના પૌત્રની ઇચ્છાઓ પૂરી કરીને તેને ખુશી આપે એ બાબત સામાન્ય છે, પરંતુ આ વખતે અમેરિકામાં એક પૌત્રએ પોતાના દાદાની 31 વર્ષ પહેલા ખોવાયેલી લગ્નની અંગૂઠીને શોધીને તેમને ખુશીઓનો ખજાનો આપી દીધો હતો.

નોર્થ કૈરોલિનાના ન્યુબર્નમાં રહેતા જૈરી યૂબેન્કસના લગ્નની અંગૂઠી 1982માં ઘરની પાછળ કામ કરતી વખતે ખોવાઇ ગઇ હતી. જૈરીએ ઘણી શોધી પરંતુ અંગૂઠી મળી નહોતી અને સમય વિતતા તેમણે અંગૂઠી પરત મેળવવાની આશા પણ છોડી દીધી હતી.

થોડા દિવસ પહેલા પુત્ર પોતાના પિતાને મળવા માટે પોતાના પરિવાર સાથે ફ્લોરિડા આવ્યો. જેરીના સાત વર્ષના પુત્ર લિયામા એક દિવસ દાદા સાથે ઘરની પાછળ માટીમાં રમી રહ્યો હતો. આ વચ્ચે તેને માટીમાં એક જૂની અંગૂઠી મળી. લિયામાને ખબર હતી કે તેના દાદાની લગ્નની અંગૂઠી ઘણા વર્ષો પહેલા ઘરની પાછળ ક્યાંક ખોવાઇ ગઇ હતી.

લિયામાને લાગ્યું કે આ તેના દાદાની ખોવાયેલી અંગૂઠી છે. તે અંગૂઠી લઇને પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે તેના હાથે એક ખજાનો લાગ્યો છે.

ત્યારબાદ લિયામા પોતાના દાદાને તેમની 31 વર્ષ પહેલા ખોવાયેલી લગ્નની અંગૂઠી પરત કરી, તો તેમની ખુશી બમણી થઇ ગઇ, જો કે, લિયામાના દાદાએ કહ્યું કે મને લાગે છે કે હવે હું આ અંગૂઠી લિયામાને જ આપી દઇશ, જેને તે પોતાની પાસે એક ખજાનો સમજીને રાખશે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X