For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશનિંદાના આરોપમાં બાળકની સરાજાહેર હત્યા

By Super
|
Google Oneindia Gujarati News

firing
સીરિયામાં એક કિશોરની સરાજાહેર ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી કારણ કે, તેના પર ઇશનિંદાનો આરોપ હતો. વિદ્રોહહીઓના અંકુશ હેઠળના અલેપ્પોમાં આ ઘટનાની કોઇપણ જવાબદારી લેવા તૈયાર નથી, પરંતુ આ ઘટનાએ વિદ્રોહીઓના અંકુશ હેઠળના ક્ષેત્રોમાં ઇસ્લામી શરિયા કાયદાના વધતા પ્રભાવને દર્શાવ્યો છે. જો કે, શારની મુખ્ય શરિયા અદાલતે હત્યાને ઇસ્લામ વિરોધી ગણાવીને તેને નીંદા કરી છે.

વિદ્રોહીઓ અને સરકારી બળો વચ્ચે જારી સંઘર્ષના કારણે શાળાઓ બંધ છે તેથી 14 વર્ષિય મોહમ્મદ કતા પોતાના પરિવાર સાથે કોફી વેચવાનું કામ કરતો હતો. ગત મહિને એક વ્યક્તિએ તેની પાસે મફતમાં કોફી માંગી. જેના જવાબમાં કતાએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે, જો પેગમ્બર જાતે પણ આવી જાય તો તેમને મફતમાં નહીં આપું. તેની આ વાતને ત્યાંથી પસાર થઇ રહેલા ત્રણ હથિયારબંદ લોકોએ સાંભળી લીધી. તેને ખેંચીને કારમાં નાંખીને લઇ ગયા.

અડધા કલાક બાદ તેઓ ઇજાગ્રસ્ત કતાને લઇને પરત ફર્યા અને રસ્તા પર રહેડી પાસે તેને ફેંકી દીધો અને જોરથી બુમો પાડી, ઓ શારના લોકો, ઓ અલેપ્પોના લોકો, જે કોઇપણ પેગમ્બરનું અપમાન કરશે શરિયા અનુસાર તેને મારી નાંખવામાં આવશે. કતાની મા આ અવાજ સાંભળીને દોડ્યા પરંતુ તેમને ગોળી ચલાવવામાં આવી હોવાનો અવાજ સંભળાયો. તેમણે કહ્યું કે, તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પુત્રને પહેલા એક ગોળી અને પછી ફરીથી બીજી હોળી મારી.

તેના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. જ્યાં નાક અને મોઢું હોવું જોઇએ ત્યાં કાણું દેખાઇ રહ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો. કહેવામાં આવી રહ્યું છે કે, અલ કાયદા સાથે જોડાયેલા એક મુખ્ય સમૂહના આ હત્યારાઓ હતા. શંકાની સોય ઇસ્લામી સંગઠન નુસરા ફ્રન્ટ તરફ પણ છે, પરંતુ અલેપ્પોના તમામ વિદ્રોહી સમૂહો અને શહેરની મુખ્ય શરિયા અદાલતની જેમ આ બન્નેએ પણ આ હત્યાની નિંદા કરી છે.

English summary
boy killed for an off-hand remark about Muhammad in Syria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X