For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BRICS Summit 2018: જોહાનિસબર્ગમાં મળ્યા પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાઇથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલ બ્રિક્સ સંમેલનની મુલાકાત લીધી છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લા ત્રણ માસમાં આ ચોથી મુલાકાત છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાઇથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલ બ્રિક્સ સંમેલનની મુલાકાત લીધી છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લા ત્રણ માસમાં આ ચોથી મુલાકાત છે. મોદી અને જિનપિંગ બંને મુલાકાતો દરમિયાન ચીન અને ભારતના સંબંધો મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી. જોહાનિસબર્ગમાં 10 માં બ્રિક્સ સંમેલનનું આયોજન થઈ રહ્યુ છે. પીએમ મોદી અને જિનપિંગ બંને જોહાનિસબર્ગ પહોંચ્યા પહેલા રવાંડાના અધિકૃત પ્રવાસે હતા.

modi-jinping

એપ્રિલ અને જૂનમાં થઈ હતી મુલાકાત

જિનપિંગ અને મોદીએ આ મુલાકાત પહેલા એપ્રિલ માસમાં વુહાન અને કિંગદાઓમાં મુલાકાત કરી હતી. જિનપિંગે પીએમ મોદીને વુહાનમાં અનૌપચારિક મુલાકાત માટે આમંત્રણ મોકલ્યુ હતુ. ત્યારબાદ બંને નેતા જૂન માસમાં શાંઘાઈ કોઓપરેશન સમિટ (એસસીઓ) થી અલગ કિંગદાઓ શહેરમા મળ્યા હતા. મુલાકાત બાદ પીએમઓ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ. આ ટ્વિટમાં જાણકારી આપવામાં આવી, 'ભારત અને ચીનની દોસ્તીનું ભવિષ્ય. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં અલગ વાર્તા કરી.' માનવામાં આવી રહ્યુ છે કે બંને નેતાઓએ મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, બ્રિક્સ સહયોગ અને એકબીજાના હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે આ મુલાકાત એ સમયે થઈ છે જ્યાપરે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યુ છે. ચીન અને અમેરિકા બંને એકબીજાની પ્રોડક્ટ્સ પર 34 બિલિયન ડૉલરનો ટેક્સ નાખેલો છે. આ પગલાની શરૂઆત પહેલા ટ્રમ્પે કરી હતી જેના પ્રશાસને ચીન પર ખોટા અભ્યાસનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનથી આવતા ઉત્પાદનો પર પણ વધારાનો કર લાદી દીધો છે અને થોડા સમય પહેલા તેમણે યુરોપિયન યુનિયનને પોતાના દુશ્મન ગણાવ્યા હતા. વળી, ભારતે પણ અમેરિકાથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ વધારી દીધા છે.

English summary
BRICS summit 2018: Prime Minister Narendra Modi met Chinese President Xi Jinping in Johannesburg, South Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X