બ્રિટન ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને રાજીનામું આપ્યુ, જાણો શું છે કારણ?

બ્રિટનમાં લિઝ ટ્રસ સરકાર પર સતત મુશ્કેલીઓ વધી રહી છે. પાંચ દિવસ પહેલા નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગના રાજીનામા બાદ હવે ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પદ પરથી રાજીનામું આપી દીધું છે.

બ્રિટનમાં લિઝ ટ્રસ સરકાર પર સતત મુશ્કેલીઓ વધી રહી છે. પાંચ દિવસ પહેલા નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગના રાજીનામા બાદ હવે ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુએલા થોડા દિવસોથી ભારત વિરુદ્ધ નિવેદનો આપવાના કારણે નિશાના પર હતી. વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાંથી આ બીજા મંત્રીનું રાજીનામું છે. અગાઉ લિઝ ટ્રસે ટેક્સ મુદ્દે થયેલી ટીકા બાદ નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગને હટાવી દીધા હતા.

Suella Braverman

ગયા મહિને જ બ્રિટનમાં લિઝ ટ્રુસના નેતૃત્વમાં નવી સરકાર બની છે. આ સરકાર સતત તેના આર્થિક બાબતોને લગતા નિર્ણયોને લઈને વિવાદમાં છે. ગયા અઠવાડિયે બ્રિટિશ પ્રધાન બ્રેવરમેને સંકેત આપ્યો હતો કે દિવાળી સુધી ભારત સાથે મુક્ત વેપાર કરારની અપેક્ષા નથી. જો કે, એક અઠવાડિયા પછી સુએલાએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

વિઝાની મુદત અંગે ભારતીયો પરની તેમની તાજેતરની વિવાદાસ્પદ ટિપ્પણી પરથી યુ-ટર્ન લેવાના પ્રયાસમાં તેમણે કહ્યું હતું કે, બ્રિટનના ગામડાઓ, નગરો અને શહેરો ભારતમાંથી ઇમિગ્રેશન દ્વારા સમૃદ્ધ થયા છે. સ્વાભાવિક રીતે જ બંને દેશોની સાથે મળીને કામ કરવાની આર્થિક જરૂરિયાત છે, તેથી જ અમે વેપાર સોદો કરવા માટે આટલા ઉત્સુક છીએ. પરંતુ મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે અમારી અર્થવ્યવસ્થાને વેગ આપવો એ એકમાત્ર ગુણ નથી.

તેમણે આગળ કહ્યું કે, અમારી પાસે એક સહિયારું વિઝન છે કે 2030 સુધીમાં અમે વધુ મજબૂત ભાગીદારીનો આનંદ માણીશું. ગૃહ સચિવ તરીકે હું ખાસ કરીને સુરક્ષાના મામલામાં અમારા બંને દેશો વચ્ચેના સહયોગને મહત્ત્વ આપું છું. બ્રેવરમેન પુનરોચ્ચાર કરવા માગતા હતા કે લિઝ ટ્રુસની આગેવાનીવાળી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન દ્વારા નિર્ધારિત ગતિ સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X