પ્રિન્સેસ ડાયનાના મોતમાં બ્રિટિશ સેનાનો હાથ
લંડન, 19 ઑગસ્ટઃ બ્રિટેનના રાજકુમારી ડાયનાના મૃત્યુની બીજી વખત તપાસ શરૂ કરવામાં આવશે. સ્કોટલેન્ડ યાર્ડે રાજકુમારી ડાયનાના મૃત્યુ સાથે જોડાયેલી સૂચનાની પ્રાસંગિકતા અને વિશ્વસનિયતાની તપાસ શરૂ કરી છે. તેમનું માનવું છે કે, બ્રિટિશ સેનાના એક કર્મીએ તેમની હત્યા કરી હતી.
મેટ્રોપોલિટન પોલીસે એ વાત પર વજન મુક્યું છે કે આ પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયના, તેમના પ્રેમી ડોડી ફયદ અને ચાલક હેનરી પોલના મોતની નવેસરથી તપાસ નથી, પરંતુ 31 ઑગસ્ટ 1997માં એક કાર દુર્ઘટનામાં થયેલાં ડાયનાનાં મોત પર આપવામાં આવેલી સૂચનાના આધાર પર તેની તપાસ કરવામાં આવી રહી છે અને તેમની પ્રાસંગિકતા અને વિશ્વસનિયતાની તપાસ કરવામાં આવી રહી છે.













Click it and Unblock the Notifications
