નિજ્જર હત્યા વિવાદ વચ્ચે કેનેડાના સંરક્ષણ મંત્રીએ હવે ભારત સાથેના સંબંધો પર આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યુ?
India Canada Row: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ અને ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહની હત્યાના વિવાદ વચ્ચે કેનેડાના સંરક્ષણ મંત્રી બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે રવિવારે ભારત સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે કહ્યું કે તેઓ હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે ભારત સાથે ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારી આગળ ધપાવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી અમે કોઈપણ કરારમાંથી પાછળ હટીશું નહીં.

જો કે, કેનેડાના સંરક્ષણ મંત્રી બિલ બ્લેરે સ્પષ્ટ કર્યું નથી કે કેનેડિયન સરકારની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચનાનું પુનઃમૂલ્યાંકન થઈ શકે છે કે કેમ, બંને દેશો વચ્ચે વધતા રાજદ્વારી તણાવને જોતા સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે સૂચવ્યું હતું કે આરોપોની તપાસ ચાલશે ત્યાં સુધી કેનેડા ભારત સાથે તે તમામ ભાગીદારી ચાલુ રાખશે.
ગ્લોબલ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કેનેડાના સંરક્ષણ મંત્રી બિલ બ્લેરે જણાવ્યું હતું કે, "અમે સમજીએ છીએ કે નિજ્જરની હત્યા ભારત સાથેના અમારા સંબંધોમાં એક પડકારરૂપ મુદ્દો બની શકે છે, અને એવું લાગે છે."
બિલ બ્લેરે ઉમેર્યું, "પરંતુ તે જ સમયે, કાયદાનું રક્ષણ કરવાની, અમારા નાગરિકોની સુરક્ષા કરવાની અને એ પણ સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે કે અમે સંપૂર્ણ તપાસ કરીએ અને સત્યના મૂળ સુધી જઈએ. જો આરોપો સાચા સાબિત થાય છે, તો કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અમારા સાર્વભૌમત્વના ઉલ્લંઘન અંગે તે અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય હશે તેમ બ્લેરે કહ્યું.












Click it and Unblock the Notifications
