કેનેડાએ ભારતથી આવતા મુસાફરોના વિમાન પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવ્યો

કેનેડાએ ભારત આવતી ઉડાન સેવા પર પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્લીઃ કેનેડાએ ભારત આવતી ઉડાન સેવા પર પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની સરકારે કોરોના સંક્રમણના જોખમને જોતા ભારતથી આવતા વિમાન પર પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે સોમવારે પરિવહન મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે ભારતીય મુસાફરો પર આ પ્રતિબંધ પહેલા 22 એપ્રિલે લગાવવામાં આવ્યો હતો જેને ઘણી વાર લંબાવવામાં આવી ચૂક્યો છે. જો કે આ પ્રતિબંધ કાર્ગો વિમાન અને મેડિકલ સેવાઓ સાથે જોડાયેલ વિમાનો પર લાગુ નથી થતો.

plane

જો કે કેનેડાએ અમેરિકાથી આવતા મુસાફરો પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. અમેરિકી બૉર્ડર પર કેનેડામાં ખરીદી કરવા આવતા લોકો પર કેનેડાએ પ્રતિબંધને હટાવી દીધો છે. હવે અમેરિકી નાગરિક પર્યટન, શૉપિંગ વગેરે માટે કેનેડા આવી શકે છે પરંતુ અમેરિકાએ કેનેડાના મુસાફરો પર પ્રતિબંધ હટાવ્યો નથી. અમેરિકી નાગરિક અને અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકો જે કેનેડા જવા માંગે છે તેમને ત્રણ દિવસની અંદર કોરોના નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે જ કેનેડા આવતા મુસાફરોને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવવા અનિવાર્ય છે.

કેનેડા બૉર્ડર સર્વિસ એજન્સી તરફથી એ માહિતી આપવામાં આવી નથી કે તે કેટલા લોકોને કેનેડામાં પ્રવેશ આપવા માટે તૈયાર છે પરંતુ એ જરૂર કહેવામાં આવ્યુ છે કે બૉર્ડર પર પ્રવેશ કરતા પહેલા જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે અને તેમાં વધુ સમય લાગી શકે છે માટે જે પણ લોકો કેનેડા આવી રહ્યા હોય તે આના માટે પહેલેથી તૈયાર રહે. સ્પષ્ટ રીતે નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે સીબીએસએ આરોગ્ય અને સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની સમજૂતી નહિ કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X