કેનેડામાં પૂરના કારણે લાખો લોકો બેઘર

પશ્ચિમી કેનેડામાં ભારે વરસાદના કારણે બો અને એલ્બો નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે અને જેના લીધે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ડઝનેક હેલિકોપ્ટર્સમાં સેનાને મોકલવામાં આવી છે. ઘરોને ખાલી કરાવવા માટે 1200 સૈનિકોને મોકલવામાં આવ્યા છે.
કેલગેરીના મહાપૌર નશીદ નેંશીએ કાલે લોકોને પોતાનો સામાન એક્ત્ર કરીને અને વિસ્તારને ખાલી કરીને જવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને અમુક દિવસો માટે પોતાના ઘરોથી દૂર રહેવા માટે કહ્યું હતું. પોલીસે પણ આ વિસ્તારને ખાલી કરવાના આદેશ અંગે ગલીઓમાં જઇને લાઉડસ્પીકરમાં ઘોષણા કરી. શહેરના કેટલાક વિસ્તારોમાં વિદ્યુત આપૂર્તિ બાધિત થઇ ગઇ છે અને ઘણા રસ્તાઓ અને પૂલ બંધ થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
