For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પ્રવાસ એ ‘બધા પ્રવાસનો અંત’ છેઃ કેનેડાના પીએમ ટ્રુડો

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો કે જે ફેબ્રુઆરીમાં એક સપ્તાહ માટે ભારત પ્રવાસ પર આવ્યા હતા તેમણે ત્રણ મહિના બાદ પોતાના તે ભારત પ્રવાસ વિશે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો કે જે ફેબ્રુઆરીમાં એક સપ્તાહ માટે ભારત પ્રવાસ પર આવ્યા હતા તેમણે ત્રણ મહિના બાદ પોતાના તે ભારત પ્રવાસ વિશે વાત કરી છે. પહેલી વાર ટ્રુડોએ ભારત પ્રવાસના પોતાના અનુભવ વિશે કેનેડિયન મીડિયા સાથે વાત કરી. ટ્રુડોએ ભારત પ્રવાસનો અનુભવ મજાકીયા અંદાજમાં વર્ણવ્યો છે. ઓટાવામાં થોડા દિવસો પહેલા એન્યુઅલ પાર્લામેન્ટરી પ્રેસ ગેલેરી ડિનર દરમિયાન પોતાના ભારત પ્રવાસને 'બધા પ્રવાસનો અંત' કરનાર કહ્યો છે. ટ્રુડો પોતાના પરિવાર સહિત 17 ફેબ્રુઆરીના રોજ ભારત આવ્યા હતા. તેઓ આગ્રા, અમદાવાદ, મુંબઈ અને અમૃતસર ગયા હતા. ટ્રુડોના ભારત પ્રવાસની માત્ર કેનેડા જ નહિ પરંતુ ભારતમાં પણ ખાસી ટીકા થઈ હતી.

ટ્રુડોનું 15 મિનિટનું ભાષણ

ટ્રુડોનું 15 મિનિટનું ભાષણ

ટ્રુડોએ એન્યુઅલ ડિનરમાં 15 મિનિટનું ભાષણ આપ્યુ. તેમણે આ દરમિયાન એક સ્લાઈડ શો પ્રેઝન્ટેશન પણ કર્યુ હતુ જેનું ટાઈટલ હતુ, ‘ઈન્ડિયા ટ્રીપ 2018'. આ પ્રેઝન્ટેશનની શરૂઆત ભારતના નક્શા સાથે થાય છે. ટ્રુડો જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે ‘જય હો' ગીત વાગી રહ્યુ હતુ, સ્ટેજ પર આવીને તેમણે ‘નમસ્તે' કહીને સૌને સંબોધિત કર્યા. ત્યારબાદ ટ્રુડોએ એક ચેતવણી આપી અને કહ્યુ, "રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં મારે એ ખુલાસો કરવો જોઈએ કે રણદીપ સરાય આજે રાતે અતિથિ સૂચિના પ્રભારી હતા એટલા માટે બસ પોતાની પીઠ જુઓ. આ એ જ છે જે હું કહી રહ્યો છું."

પીએમ મોદીના વેલકમ ન કરવા પર શું કહ્યુ

પીએમ મોદીના વેલકમ ન કરવા પર શું કહ્યુ

ટ્રુડોએ તેમના દિલ્હી આગમન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર શેખાવત તરફથી કરવામાં આવેલા સ્વાગત પર પણ કટાક્ષ કર્યો. ટ્રુડોના આ સ્વાગતની માત્ર ભારતમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચા થઈ હતી. કેનેડાના પીએમે ભારતીય પારંપરિક આઉટફિટ્સ વધુમાં વધુ પહેરવા પર પણ મજાક કરી. તેમણે આ દરમિયાન ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખની પણ મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતના ફોટોગ્રાફ બતાવતા કહ્યુ, "એક એવી કંપની જેણે મારા ભારત પ્રવાસ પર કેનેડામાં રેકોર્ડ રોકાણ કરવાનું એલાન કર્યુ પરંતુ તમે લોકો તે વિશે નહિ જણાવો કારણકે મે શર્ટ અને ટાઈ પહેરી હતી. બહુ જ બોરિંગ."

કપડા પર પણ બોલ્યા ટ્રુડો

કપડા પર પણ બોલ્યા ટ્રુડો

આ સ્લાઈડ બાદ ટ્રુડોએ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન સાથે મુલાકાત વાળા ફોટોગ્રાફની ટાઈ બતાવી. જેમાં શાહરૂખે બ્લેક શૂટ પહેર્યુ હતુ અને ટ્રુડોએ સોનેરી રંગની શેરવાની પહેરી હતી. ટ્રુડોએ આની મજાક બનાવી અને કહ્યુ, "વાઉ! અમારા બંનેમાં એકે બહુ જ ખરાબ કપડા પહેર્યા. તેના માટે કેટલી શરમજનક સ્થિતિ છે." ટ્રુડો પોતાના ભારત પ્રવાસ દરમિયાન ઘણી રાજકીય અને ઐતિહાસિક જગ્યાઓ પર ગયા હતા. તે સાબરમતી આશ્રમ ગયા, અમૃતસરમાં સુવર્ણ મંદિર ગયા. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં સ્થિત જામિયા મસ્જિદ અને આગ્રાના તાજમહેલ પણ ગયા.

હવે કોઈ પ્રવાસ પર નથી જવુ

હવે કોઈ પ્રવાસ પર નથી જવુ

ટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી હતી. કેનેડાના મીડિયાએ કહ્યુ હતુ કે ટ્રુડોના આ ભારત પ્રવાસથી બંને વચ્ચે ભરોસો ઓછો થઈ શકે છે અને આવનારા ઘણા દાયકા સુધી બંને દેશોના સંબંધો નષ્ટ કરતા રહેશે. પોતાની સ્પીચના અંતમાં ટ્રુડોએ કહ્યુ, "લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ભારત હતુ. એક પ્રવાસ, જેણે બીજા દેશોના પ્રવાસની સંભાવનાઓને પણ ખતમ કરી દીધી." ટ્રુડોની માનીએ તો તેમણે પોતાની ટીમને કહી દીધુ છે કે તેઓ હવે કોઈ પણ પ્રવાસ પર નહિ જાય.

English summary
Canadian PM Justin Trudeau has described his India trip as a 'trip to end all trips'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X