For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''H1B વીઝાથી ભારતીય IT કંપનીઓને થશે નુકસાન''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

h1b
વોશિંગ્ટન, 17 એપ્રિલ: અમેરિકન વર્ક પરમિટ બાદ સર્વાધિક માંગવાળા એચ1બી વીઝામાં સૂચિત સુધારાઓથી તેના પર નિર્ભર ભારતીય આઇટી કંપનીઓને ભારે પ્રભાવિત કરશે. કોમ્પ્રિહેન્સિવ ઇમિગ્રેશન રિફોર્મ (સીઆઇઆર) હેઠળ પરિવર્તનોથી તે કંપનીઓ માટે એચ1બી વીઝાના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે જેમની પાસે આ શ્રેણી હેઠળ મોટાપાયે લોકો છે. મોટાભાગે ભારતીય કંપનીઓ આ વર્ગીકરણના અંતગર્ત આવશે.

આ સંશોધન ડ્રાફ્ટને કોંગ્રેસમાંથી મંજૂરી મળી જાય છે અને અમેરિકી રાષ્ટ્રપતિ સહી કરીને આને કાયદાના રૂપમાં લાવે છે તો કંપનીઓને એચ1બી વીઝા પ્રાપ્ત કરવા માટે વધારે ચાર્જ ચુકવવો પડશે. બોર્ડર સિક્યોરિટી ઇકોનોમિક ઓપરચ્યુનિટી એન્ડ ઇમિગ્રેશન મોર્ડેનાઇશન એક્ટ 2013ની 17 પૃષ્ઠવાળી રૂપરેખા અનુસાર એચ1બી પ્રણાલીનું ઉલ્લેખન કરનારા વિરૂદ્ધ અમેરિકા કાર્યવાહી કરશે.

વિધેયકના ડ્રાફ્ટ અનુસાર જો નોકરીએ રાખનાર પાસે 50 કે તેનાથી વધુ કર્મચારી હોય અને તેની પાસે 30 ટકાથી વધુ પરંતુ 50 ટકાથી ઓછા એચ1બી અથવા એલ1 કર્મચારી હોય ( જેની ગ્રીનકાર્ડ માટેની અરજી પેન્ડીંગ ના હોય) તો નોકરીએ રાખનારે આ બંને સ્થિતીઓમાંથી એકમાં 5,000 ડોલર પ્રતિ વધારાના કર્મચારી આ ચાર્જ ચુકવવો પડશે.

જો એમ્પ્લોયર પાસે 50થી વધુ કર્મચારી હોય અથવા કર્મચારીઓમાં 50 ટકાથી વધુ એચ1બી અથવા એલ1 કર્મચારી હોય, જેમની ગ્રીન કાર્ડ માટેની અરજી પેન્ડીંગ ના હોય તો કંપનીઓએ આ બંને સ્થિતીઓમાંથી એકમાં દરેક વધારાના કર્મચારી માટે 10,000 ડોલરનો વધારાનો ચાર્જ ચુકવવો પડશે. આ પ્રમાણે ટીસીએસ, વિપ્રો અને ઇન્ફોસીસ જેવી મોટી ભારતીય કંપનીઓને પ્રત્યેક વધારાના એચ1બી કર્મચારી માટે 10,000 ડોલર ચુકવવા પડશે.

English summary
The proposed changes in the issuing of H-1B visas, the highly sought after US work permits, will badly affect the Indian IT firms which depend heavily on these work visas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X