ChatGPT down : દુનિયાભરમાં ચેટ જીપીટીનું સર્વર ડાઉન થતા યુઝર્સ પરેશાન
ChatGPT Down : પુરી દુનિયામાં જાણીતા એઆઈ ચેટ બોટ ચેટ જીપીટીનું સર્વર ડાઉન થતા યુઝર્સને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
અહેવાલો અનુસાર, સર્વર ડાઉન થતા ચેટ જીપીટી સાથે સાથે ઓનપએઆઈની અન્ય ઘણી સર્વિસ પણ પ્રભાવિત થઈ છે.

ડાઉનડિટેક્ટરના અહેવાલ અનુસાર, ચેટજીપીટી ઘણા સમયથી ઓફલાઇન છે અને 3,000 થી વધુ રિપોર્ટ મળ્યા છે. યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની હતાશા અને મૂંઝવણ વ્યક્ત કરતા ધીમી લોગિન પ્રક્રિયા અને નબળા પ્રદર્શનની ફરિયાદ કરી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર, યુઝર્સને ChatGPT નો ઉપયોગ કરવામાં અથવા તેના સર્ચ હિસ્ટ્રીને ઍક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઓપનએઆઈ દ્વારા હજુ સુધી આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ડાઉનડિટેક્ટર આઉટેજ રિપોર્ટનો દાવો છે કે ChatGPT પ્રશ્નોના જવાબ આપી રહ્યું નથી. ઘણા લોકોને chatgpt.com અને chat.com વેબસાઇટ્સ ઍક્સેસ કરવામાં સમસ્યા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વેબસાઇટ ખુલે તો પણ ChatGPT પ્રશ્નોના જવાબ આપી રહ્યું નથી.
આ આઉટેજથી ફક્ત વ્યક્તિગત યુઝર્સને જ નહીં, ણ તે કંપનીઓને પણ અસર થઈ છે જે તેના પ્રોજેક્ટ્સ માટે OpenAI ના API પર આધાર રાખે છે. ઘણા વ્યવસાયોએ તેમની સેવાઓમાં વિક્ષેપોની જાણ કરી છે, જે આઉટેજની વ્યાપક અસરને પ્રકાશિત કરે છે.












Click it and Unblock the Notifications
