China : બેઈજિંગની એક હોસ્પિટલમાં ભયાનક આગ, 21 લોકોના મોત
ચીનની રાજધાની બેઈજિંગમાં એક હોસ્પિટલમાં ભયાનક આગ લાગી હોવાના અહેવાલ છે. આ આગ કેટલી ભયાનક હશે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે આ ઘટનામાં 21 લોકોના સળગી જવાથી મોત થયા છે.
અહેવાલો અનુસાર, આ આગ બેઈજિંગના ચાંગફેંગ હોસ્પિટલમાં લાગી હતી. બપોરે 12.57 કલાકે લાગેલી આ આગને કલાકોની મહેનત બાદ કાબુ કરાઈ હતી. ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચાઈના ડેઈલીના અહેવાલ અનુસાર, આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ અને હોસ્પિટલની પૂર્વ વિંગને લપેટમાં લીધી હતી. અહીં ગંભીર રોગોથી પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આગની જાણ થતાં જ અગ્નિશમન દળ, પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી તબીબી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 71 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આમાંથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડાયા છે.
BREAKING: Massive fire at hospital in Beijing, China 🇨🇳
— Disaster News (@Top_Disaster) April 18, 2023
Atleast 21 people's death and many people's injured.
TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji5aZq pic.twitter.com/PrIPeDCpPf
બીજી તરફ સ્થાનિત તંત્ર દ્વારા કથિત રીતે જવાબદાર લોકોની અટકાયત કરવામાં આવી છે અને ઘટનાની તપાસ કરાઈ રહી છે. આ ઘટનાનો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, લોકોએ પોતાનો જીવ બચાવવા બારીમાંથી ની કુદકા માર્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
