For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન : અમેરિકા દ્વારા ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે રેડલિસ્ટમાં સામેલ કરાતા ચીન નારાજ, ભલામણ છતાં ભારતનો યાદીમાં સમાવેશ નહીં

અમેરિકા દ્વારા ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કરનારા દેશોની 'કંટ્રીઝ ફૉર પર્ટિક્યુલર કંસર્ન' એટલે કે સીપીસીની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. ધાર્મિક સ્વતંત્રતાનું આકલન કરતી અમેરિકન પેનલ 'યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

અમેરિકા દ્વારા ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કરનારા દેશોની 'કંટ્રીઝ ફૉર પર્ટિક્યુલર કંસર્ન' એટલે કે સીપીસીની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી.

ધાર્મિક સ્વતંત્રતાનું આકલન કરતી અમેરિકન પેનલ 'યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ' દ્વારા સતત બીજા વર્ષે આ યાદીમાં ભારતનું નામ સામેલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ બાઇડન વહીવટીતંત્રે ભારત, નાઇજીરિયા અને સીરિયા જેવા દેશોનાં નામ સામેલ નથી કર્યા.

યાદીમાં ભારતનું નામ સામેલ નહીં કરવા બદલ કેટલાક સંગઠનો દ્વારા બાઇડન સરકારની ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

આ યાદીમાં પાકિસ્તાન, ચીન, તાલિબાન, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને બર્મા સહિત 10 દેશોનાં નામ સામેલ કરવામાં આવ્યા છે. અલ્જીરિયા કોમોરોસ, ક્યુબા તથા નિકારગુઆને ખાસ યાદીમાં રાખ્યા છે, જ્યાં ધાર્મિક સ્વતંત્રતા ભંગના ગંભીર કિસ્સા નોંધાયા છે.

ચીને આ યાદી મુદ્દે અમેરિકાનો વિરોધ કર્યો છે અને તેને આત્મમંથન કરવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમેરિકાના પંચ દ્વારા એવા દેશો તથા સંગઠનોની યાદી બહાર પાડવામાં આવે છે, જે કથિત રીતે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માપદંડ ઉપર પાર ન ઉતરતા હોય અને તેના ઉપર વિસ્તૃત રિપોર્ટ પણ સોંપે છે.


ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા વિરોધ

અમેરિકામાં ભારતીય મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે સીપીસીની યાદીમાં ભારતને નહીં મૂકવા બદલ અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિકનની ટીકા કરી છે. સંગઠને ટ્વીટ કરીને લખ્યું, "આઈએએમસી બ્લિંકનના એ નિર્ણયની ટીકા કરે છે, જેમાં ભારતને ધાર્મિક સ્વતંત્રતા ભંગની સીપીસીની લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં કમિશન દ્વારા ભારતને આ યાદીમાં મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી."

વધુમાં લખ્યું, "એ ખેદજનક છે કે બાઇડન સરકાર દ્વારા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર થઈ રહેલા વ્યાપક હુમલાઓ ઉપર મૌન સેવવામાં આવ્યું છે. બાઇડન તંત્ર દ્વારા ભારતમાં ધાર્મિક રીતે લઘુમતી ઉપર હુમલા કરવા માટે નરેન્દ્ર મોદી સરકારને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે."

https://twitter.com/IAMCouncil/status/1461158213202726912

'પૉલિટિકો'નાં વરિષ્ઠ ફોરેન અફેયર્સ કૉરસ્પૉન્ડન્ટ નહાલ તોસીએ ટ્વીટ કરીને લખ્યું, "અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ વધતી જતી હિંસા છતાં ધાર્મિક સ્વતંત્રતાની બાબતમાં સીપીસી એટલે કે કંટ્રી ઑફ પર્ટિક્યુલર કંસર્નની યાદીમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે."

https://twitter.com/nahaltoosi/status/1460987341112233992

"બીજી બાજુ ધાર્મિક સ્વતંત્રતા માટે કામ કરતા અમેરિકન કમિશને ભારતને આ યાદીમાં મૂકવાની ભલામણ કરી હતી,પરંતુ બાઇડન તંત્ર ભારતને મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે અને ચીનના મુદ્દે અમેરિકા માટે ભારતનું મહત્ત્વ વધી ગયું છે. બાઇડન તંત્રે કહ્યું હતું કે તેની વિદેશનીતિમાં માનવાધિકાર કેન્દ્રમાં રહેશે,પરંતુ તેને ત્યજવાનું આ વધુ એક ઉદાહરણ છે."


ઇન્ડિયા, યાદી અને અમેરિકા

https://twitter.com/SecBlinken/status/1460993184352423937

આ યાદીને બહાર પાડતી વખતે બ્લિંકને કહ્યું કે અમેરિકા દરેક દેશમાં ધાર્મિક સ્વતંત્રતાની હિમાયત કરે છે. અમે જોયું કે દુનિયાભરના અનેક દેશોમાં સરકારો દ્વારા લોકોને પોતાની માન્યતાઓ મુજબ જીવવા માટે પરેશાન કરવામાં આવે છે તથા ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે તથા તેમની સાથે મારઝૂડ કરવામાં આવે છે. બ્લિકને ઉમેર્યું કે બાઇડન તંત્ર દરેક વ્યક્તિની ધાર્મિકસ્વતંત્રતાની હિમાયત કરે છે.

યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે આ યાદીમાં ભારતનું નામ સામેલ નહીં કરવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ભારત સિવાય પણ કેટલાક દેશોના નામોની ભલામણ બાઇડન સરકારને કરવામાં આવી હતી, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. પંચે પોતાના નિવેદનમાં કહ્યું:

"વર્ષ 2020 દરમિયાન ધાર્મિક સ્વતંત્રતાનું આકલન કર્યા બાદ સીપીસીએ ચાર દેશોના નામ વિદેશ મંત્રાલયને સૂચવ્યા હતા. જેમાં- ભારત, રશિયા સીરિયા તથા વિયેતનામનાં નામો સામેલ હતાં, પરંતુ રશિયાને બાકાત કરતા કોઈ દેશનાં નામને સામેલ કરવામાં નથી આવ્યું."


ચીને અમેરિકાને ફટકાર્યું

માનવ અધિકાર કાર્યકર્તાઓનો આરોપ છે કે ચીનમાં વીગર મુસ્લિમો ઉપર સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવે છે

ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ લિજિયાને કહ્યું:

"દેશની ધાર્મિક સ્વતંત્રતાને બદનામ કરનારા અમેરિકાના પાયાવિહોણાઆરોપોનો ચીન કડક શબ્દોમાં વિરોધ કરે છે." તેમણે દાવો કર્યો કે ચીનની સરકાર કાયદાની મર્યાદામાં ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરે છે.

લિજિયાને કહ્યું, "ચીનમાં લોકોને તમામ પ્રકારની ધાર્મિક સ્વતંત્રતા છે. તથ્ય શબ્દો કરતાં વજનદાર હોય છે. એક જ વાત હજાર વખત બોલવામાં આવે તો પણ તે ખોટી જ રહે છે. અમેરિકાએ પોતાની અંદર પણ ઝાંખવું જોઈએ. ધાર્મિક મુદ્દાનો ઉપયોગ કરીને અન્યોની બાબતોમાં દખલ ન દેવી જોઈએ."


પંચની પરવાહ

https://www.youtube.com/watch?v=Kp8ozgMyWdg

પંચ દ્વારા જે મુદ્દાઓ ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તેમાં નાગરિકતા સંશોધન કાયદો ટોચ ઉપર હતો. પંચ દ્વારા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું, "દિલ્હીના હુલ્લડો દરમિયાન હિંદુ ભીડને ક્લિનચીટ આપી દેવામાં આવી, જ્યારે મુસ્લિમો ઉપર અતિ બળપ્રયોગ કરવામાં આવ્યો હતો."

અત્રે એ બાબત નોંધનીય છે કે પંચની ભલામણોને સ્વીકારવા માટે અમેરિકાનું તંત્ર બાધ્ય નથી હોતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં ધાર્મિક સ્વતંત્રતાનું આકલન કરનારી અમેરિકાની પેનલ 'યુએસ કમિશન ઑન ઇન્ટનેશનલ રિલિજિયસ ફ્રીડમ'એ (USCIRF) સતત બીજા વર્ષે સૌથી વધુ ધાર્મિક સ્વતંત્રતા ભંગના મુદ્દે ભારતને સીપીસીમાં નાખવાની ભલામણ કરી હતી.

આ સાથે જ સૂચન કરવામાં આવ્યું હતું કે આંતરધર્મીય સંવાદ, દ્વિપક્ષીય તથા બહુપક્ષીય ફૉરમ પર દરેક સમુદાયને પૂરતો હક મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.

આ સિવાય અમેરિકન કૉંગ્રેસને સૂચન કરવામાં આવ્યું હતું કે અમેરિકા-ભારતના દ્વિપક્ષીય સંબંધમાં આ મુદ્દે ચર્ચા થાય, પત્રો તથા પ્રતિનિધિમંડળ મારફત આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવે.

ગત વર્ષે ટ્રમ્પ સરકારે પણ સીપીસીની યાદીમાં ભારતને સામેલ કરવાની પંચની ભલામણને નકારી કાઢી હતી. આ વખતે બાઇડન સરકારે પણ ભારતને આ યાદીમાંથી બાકાત રાખ્યું છે.

વર્ષ 2021માં પંચ દ્વારા જે મુદ્દા ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તેમાં નાગરિકતા સંશોધન કાયદો મુખ્ય છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=wGn8WjZCXgw

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
China annoyed by US redlisting of religious freedom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X