ચીને કલામથી છૂપાવ્યું પોતાનું સ્પેશિયલ જેટ

કલામને અત્રેની સરકાર તરફથી પ્રાયોજીત બુદ્ધીજીવીઓના સંગઠન બેઇજીંગ ફોરમે બોલાવ્યા હતા. ચર્ચા એવી થઇ રહી છે કે આ મુલાકાત રદ કરવા પાછળનું કારણ ચીનના નવા વિશાળ રડારથી બચીને નીકળનાર લડાયક વિમાનના પરિક્ષણ તો નથી ને?
કલામ 1 નવેમ્બરના રોજ પહેલીવાર ચીન યાત્રા પર આવ્યા છે. ત્યારે મીડિયાએ રડારથી બચીને નીકળનાર લડાયક વિમાન જે-31ના 11 મિનિટના પરિક્ષણની તસવીરો પ્રકાશિત કરી હતી. ચીની અધિકારીઓએ જણાવ્યું કે આ જે-20નું પરિષ્કૃત અને હળવું સંસ્કરણ છે. તેના પરિક્ષણને ભારત સહિત પડોશી દેશોમાં ઉત્સુકતા પેદા કરી દીધી છે.
પહેલા નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર કલામને 2 નવેમ્બરે ચીનના એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનની યાત્રા રદ કરવાના સમાચાર તેમને કાર્યક્રમના કેટલાંક કલાકો પહેલાં જ આપવામાં આવી હતી. કલામને ત્યાં ડિટેલ્ડ પ્રેજેન્ટેશન જોવાનું હતું. પરંતુ તેને બદલે તેમને ચીની અવકાશ ટેકનોલોજી એકેડેમી લઇ જવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
