ચીન : પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી આગ, 112નાં મોત

બીજિંગ, 3 જૂન : ચીનના એક પોલ્ટ્રી ફાર્મ (મરઘાં ફાર્મ)માં આગ લાગવાથી ઓછામાં ઓછી 112 વ્યક્તિઓ મૃત્યુ પામી છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર ચીનની જિલિન પ્રાંતના દેહુઇમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં સોમવારે સવારે આગ લાગી હતી. રિપોર્ટમાં સ્થાનિક સૂત્રોના હવાલાથી એમ પણ કહેવામાં આવ્યું છે કે સવારે લાગેલી આગને બુઝાવવા માટે બચાવ કાર્ય ચાલુ છે, છતાં આગને ઓલવવામાં સફળતા મળી નથી.

આ દરમિયાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પોલ્ટ્રી ફાર્મમાં આગ લાગતા પહેલા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ત્રણ ધડાતા સંભળાયા હતા. આ ભીષણ આગની ઘટનામાં ફાર્મના અંદાજે 100 કર્મચારીઓ સહીસલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આગને કારણે ફાર્મનું બિલ્ડિંગ જર્જરિત બની ગયું છે. તેમાંથી બહાર નીકળવાના માર્ગ ખૂબ સાંકડા છે. આ કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આ કારખાનાની માલિકી ધરાવતી કંપની પ્રોસેસ્ડ ચીકનની મોટી ઉત્પાદક છે. કારખાનામાં અંદાજે 1000 કર્મચારીઓ કામ કરે છે. ચીન વેબસાઇટો પર જાહેર થયેલી તસવીરોમાં દર્શાવવામાં આવ્યું છે કે ઇમારતમાંથી મોટા પ્રમાણમાં ધૂમાડો નીકળી રહ્યો છે. ઘટના સ્થળ પર બચાવ કામગીરી કરવા ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થા ખૂબ નબળી છે જેના કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ બનતી રહે છે.

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં આગથી 112 ભડથું

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં આગથી 112 ભડથું

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં આગથી 112 ભડથું

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી ભીષણ આગ

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી ભીષણ આગ

ચીનના પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી ભીષણ આગ

આગને કાબૂમાં લેવા આવી પહોંચેલી ફાયર બ્રિગેડ

આગને કાબૂમાં લેવા આવી પહોંચેલી ફાયર બ્રિગેડ

આગને કાબૂમાં લેવા આવી પહોંચેલી ફાયર બ્રિગેડ

આગમાં દાઝી ગયેલી વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે...

આગમાં દાઝી ગયેલી વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે...

આગમાં દાઝી ગયેલી વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે...

પોલ્ટ્રી ફાર્મ

પોલ્ટ્રી ફાર્મ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X