For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને તાઇવાન ઉપરથી દાગી બેલેસ્ટિક મિસાઇલ, 5 જાપાનના ઇલાકામાં પડી, મંત્રી થયા નારાજ

બેઇજિંગની કડક ચેતવણી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીન તાઇવાનની આસપાસના વિસ્તારમાં મોટા પાયે લશ્કરી કવાયત કરી રહ્યું છે. આ દરમિયાન જાપાને દાવો કર્યો છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી

|
Google Oneindia Gujarati News

બેઇજિંગની કડક ચેતવણી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીન તાઇવાનની આસપાસના વિસ્તારમાં મોટા પાયે લશ્કરી કવાયત કરી રહ્યું છે. આ દરમિયાન જાપાને દાવો કર્યો છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી 5 બેલેસ્ટિક મિસાઈલ તેની રેન્જમાં આવી ગઈ છે. જાપાને દાવો કર્યો છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર, ઓકિનાવા પ્રાંતના હેટેરુમા દ્વીપના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર વિસ્તારમાં પડી છે.

5 બેલેસ્ટિક મિસાઈલ પડી હોવાનો દાવો કર્યો

5 બેલેસ્ટિક મિસાઈલ પડી હોવાનો દાવો કર્યો

જાપાનના રક્ષા મંત્રી નોબુઓ કિશીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચીન દ્વારા છોડવામાં આવેલી પાંચ બેલેસ્ટિક મિસાઈલ દેશના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પડી છે. મંત્રીએ પત્રકારોને જણાવ્યું કે ચીન દ્વારા છોડવામાં આવેલી નવ બેલેસ્ટિક મિસાઈલોમાંથી પાંચ જાપાનના ક્ષેત્રમાં પડી છે. કિશીએ કહ્યું કે 9 મિસાઇલો છોડવામાં આવી છે તે જાપાની પક્ષ દ્વારા કરવામાં આવેલ અંદાજ છે.

જાપાને કર્યો વિરોધ

જાપાને કર્યો વિરોધ

જાપાન સરકારે આ ઘટના પર ચીન સામે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. કિશીએ ઘટના બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે જે આપણા દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુરક્ષા સાથે સંબંધિત છે. જો કે, ચીનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે તાઈવાનના ઉત્તરપૂર્વ અને દક્ષિણમાં 11 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે પણ 11 બેલેસ્ટિક મિસાઈલ છોડવાની પુષ્ટિ કરી છે.

તાઇવાન ઉપરથી નિકળી હતી મિસાઇલ

તાઇવાન ઉપરથી નિકળી હતી મિસાઇલ

મિસાઇલોની ગતિ દર્શાવે છે કે મિસાઇલ જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં પડતા પહેલા તાઇવાન ઉપરથી પસાર થઇ હતી. જાપાનનો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર દરિયાકિનારાથી 200 નોટિકલ માઈલ અથવા 370 કિલોમીટરના અંતર સુધી વિસ્તરેલો છે. ઓકિનાવા, જાપાનનો સૌથી દક્ષિણી ટાપુ પ્રદેશ, તાઈવાનને અડીને આવેલો છે. તાઈવાનના યોનાગુની દ્વીપથી જાપાનના ઓકિનાવા પ્રાંતનું અંતર માત્ર 110 કિલોમીટર છે.

અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત કરી રહ્યું છે ચીન

અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત કરી રહ્યું છે ચીન

તમને જણાવી દઈએ કે પેલોસીની મુલાકાતથી નારાજ ચીને તાઈવાનમાં સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર, તાઈવાનની ખાડીમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જવાબી કાર્યવાહીમાં તાઈવાને પણ પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. આ સિવાય કોઈપણ પ્રકારના હુમલાને પહોંચી વળવા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ સાથે તાઈવાનનું કહેવું છે કે ચીને પરમાણુ ક્ષમતાથી સજ્જ ડોંગફેંગ મિસાઈલ દ્વારા ફાયરિંગ કર્યું છે.

English summary
China fired ballistic missile over Taiwan, 5 landed in Japanese territory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X