For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને પાકિસ્તાનને ઠેંગો દેખાડી મક્કીને ગ્લોબલ આંતકવાદી જાહેર કર્યો, જાણો કેમ આ પગલુ ભર્યુ?

પાકિસ્તાનના કહેવા પર ચીન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ ઉભો કરતું હતું. હવે ચીને પાકિસ્તાન પરથી પોતાનો હાથ હટાવી લીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ચીન આંતકવાદના મુદ્દે સતત પાકિસ્તાનને સપોર્ટ કરતુ આવ્યુ છે. જો કે હવે સામે આવેલા ઘટના ક્રમમાં ચીને પાકિસ્તાનને ઠેંગો દેખાડ્યો છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર યુનાઈડેટ નેશન્સે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.

China

અત્યારસુધી સ્થિતી એ હતી કે પાકિસ્તાનના કહેવા પર ચીન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ ઉભો કરતું હતું. હવે ચીને પાકિસ્તાન પરથી પોતાનો હાથ હટાવી લીધો છે. યુએનએસસીમાં મક્કી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ઘટનાક્રમથી દુનિયા આશ્ચર્ય અનુભવી રહી છે કે આખરે એવુ થયુ કે આ વખતે ચીને પાકિસ્તાનને સાથ આપવાને બદલે ભારતને કેવી રીતે સમર્થન આપ્યું? આખરે શું કારણ હતું કે માત્ર 7 મહિના પહેલા જ મક્કીના નામે અવરોધ ઉભો કરનાર ચીને આ વખતે મૌન સેવ્યું?

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ચીને પાકિસ્તાનનું સમર્થન કરતા મક્કી મુદ્દે વીટોનો ઉપયોગ કર્યો હતો. આ વખતે ચીન આ કેસથી દૂર રહ્યું અને મક્કીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો ત્યારે તેણે ચૂપ રહેવું વધુ સારું માન્યું. અહીં ચીન ઇચ્છતું તો ફરી વીટોનો ઉપયોગ કરી શકતું હતું. જો કે ચીને આ કરવું જરૂરી ન માન્યું.

આતંકવાદી મક્કી મુદ્દે ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન ન કરવા પાછળનું સાચું કારણ એક ટ્વિટ છે. ચીનના ચેંગડુ શહેરમાં સ્થિત પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલના ટ્વિટર એકાઉન્ટે ઉઇગર મુસ્લિમોના અધિકારોને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. દૂતાવાસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પૂરના પુનર્નિર્માણ માટે મોકલવામાં આવેલી મદદ માટે ચીનનો આભાર માને છે. આગળ બંને દેશો ઉઇગર સમુદાયના અધિકારો અને સ્વતંત્રતાઓ સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે.

આ ટ્વીટ બાદ પાકિસ્તાન અને ચીની સોશિયલ મીડિયામાં હંગામો થયો હતો. હંગામો થતા પાકિસ્તાન સરકારે ટ્વીટ ડિલીટ કરવાની ફરજ પાડી હતી. હંગામા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, દૂતાવાસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે.

અહીં તમને જણાવી દઈએ કે ઉઈગર ચીન માટે સંવેદનશીલ મુદ્દો છે. તુર્કી સિવાય એવો કોઈ દેશ નથી જેણે આ મુદ્દે ચીનની ટીકા કરી હોય. પાકિસ્તાન પણ ક્યારેય ઉઈગર મુસ્લિમોને લઈને ચીનની સરકાર વિરુદ્ધ કંઈ બોલતું નથી. આ સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા ચીનના ઉઇગર મુસ્લિમોના પક્ષમાં બોલવાથી અસર મક્કી પર પડી હતી.

English summary
China has declared Pakistan as a global terrorist by showing Pakistan as a coward
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X