For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને પોતાના રક્ષા બજેટ ની ઘોષણા કરી, ભારત કરતા ત્રણ ગણું વધારે

ચીને પોતાના રક્ષા બજેટની ઘોષણા કરી છે. તેમનું રક્ષા બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે. ચીને પાછલા વર્ષની તુલનામાં પોતાના રક્ષા બજેટમાં 8.1 ટકા નો વધારો કર્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચીને પોતાના રક્ષા બજેટની ઘોષણા કરી છે. તેમનું રક્ષા બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે. ચીને પાછલા વર્ષની તુલનામાં પોતાના રક્ષા બજેટમાં 8.1 ટકા નો વધારો કર્યો છે. ચીને રક્ષા ખર્ચ માટે 175 બિલિયન ડોલરની રકમ નક્કી કરી છે. આ રકમ ભારતના રક્ષા બજેટ કરતા ત્રણ ગણી વધારે છે. આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. આવી હાલતમાં ચીનનું રક્ષા બજેટ ક્યાંક ને ક્યાંક ચીનનું રણનીતિ બતાવવા માટે કાફી છે.

ચીને તોડી એક પરંપરા

ચીને તોડી એક પરંપરા

ચીને પાછલા વર્ષે પોતાના રક્ષા બજેટને વધારી 150.5 અરબ ડોલર કર્યું હતું જે ભારતના લગભગ 52.5 અરબ ડોલરના લેટેસ્ટ રક્ષા બજેટ કરતા ત્રણ ગણું વધારે છે. આ પહેલા પોતાની નિયમિત પરંપરા થી અલગ ચીને રવિવારે રક્ષા બજેટની ઘોષણા નથી કરી. ચીન પોતાની વર્ષીય સંસદીય બેઠક પહેલા તેના રક્ષા બજેટની જાણકારી આપે છે. દર વર્ષે નેશનલ પીપલ્સ કોંગ્રેસ ઘ્વારા દેશના રક્ષા બજેટની ઘોષણા કરવામાં આવે છે.

ચીન તેમના રક્ષા બજેટમાં કેટલા ટકા વધારો કરી રહી છે

ચીન તેમના રક્ષા બજેટમાં કેટલા ટકા વધારો કરી રહી છે

આ વખતે નેશનલ પીપલ્સ ઓફ કોંગ્રેસ પ્રવક્તા ચાંગ યેસુઇ તરફથી આ વાતનું એલાન નહીં કરવામાં આવ્યું કે ચીન તેમના રક્ષા બજેટમાં કેટલા ટકા વધારો કરી રહી છે. પરંતુ સોમવારે રાષ્ટ્રીય સંસંદમાં એક રિપોર્ટ જમા કરાવવામાં આવી આ રિપોર્ટના આધારે ન્યુઝ એજન્સી સિન્હુઆ ઘ્વારા જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે ચીન ઘ્વારા પોતાનું રક્ષા બજેટ સાત ટકાના દરે નક્કી કરવામાં આવ્યું હતું.

અમેરિકા પછી બીજા નંબરે ચીન

અમેરિકા પછી બીજા નંબરે ચીન

અમેરિકા પછી ચીન હવે બીજા નંબરનો દેશ છે જે રક્ષા બજેટ પર સૌથી વધુ ખર્ચ કરે છે. રક્ષા બજેટમાં અમેરિકા સૌથી પહેલો દેશ છે જે વધુ ખર્ચ કરે છે. અમેરિકાનું રક્ષા બજેટ 602.8 બિલિયન ડોલર છે. ચીનના રક્ષા બજેટમાં દિવસ દર દિવસ વધારો થઇ રહ્યો છે. ચીનની નેવી પણ હવે આખી દુનિયામાં પગ પેસારો કરી રહી છે.

English summary
China hikes defence budget 175 billion its three times higher than india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X