For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીઓકેને રેલ નેટવર્ક થકી જોડીને ભારતને ઘેરવાની તૈયારીમાં છે ચીન

|
Google Oneindia Gujarati News

બેઇજિંગ, 29 જૂનઃ ચીનમાં હાલના સમયે પંચશીલ સમજૂતિની 60મી વર્ષગાંઠ ચાલી રહી છે અને હાલના તકે ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ચીનમાં જ છે. તેમ છતાં ચીનની હરકતો ભારત માટે માથાનો દુઃખાવો બનીને સામે આવી રહ્યાં છે. પહેલા ભારતીય સીમામાં ચીની સૈનિકોની ઘુષણઘોરી, પછી વિવાદિત નકશા અને હવે પાકિસ્તાન અધિકૃતિ કાશ્મીરને રેલ લિંક સાથે જોડવાના સમાચાર આવી રહ્યાં છે.

china
જીહાં, એક સમાચાર અનુસાર ચીનના આંતરરાષ્ટ્રીય રેલ લાઇનથી પોતાની સીમાવર્તી પ્રાંત શિનજિઆંગે પાકિસ્તાનથી જોડવા માટે પ્રારંભિક અધ્યયન પર કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિયોજનાઓને લઇને ભારત નારાજ હોઇ શકે છે, કારણકે આ રેલ લાઇન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓએકે થઇને પસાર થવું પડશે. ચીને પોતાના પશ્ચિમી શહેર શિનજિઆંગના કાશગરથી પાકિસ્તના ગ્વાદર બંદરને જોડનારી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રારંભિક અધ્યયન કરવાને લઇને કોષ આવંટિત કર્યું છે.

સમાચાર પત્ર ચાઇના ડેલીએ શિનજિઆંગના ક્ષેત્રીય વિકાસ તથા સુધાર આયોગ ઝાંગ ચુનલિનના હવાલાથી આ સમાચાર આપવામાં આવ્યા છે. શિનજિઆંગની રાજધાની યરુમક્વીમાં સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઝાંગે કહ્યું કે, 1800 કિ.મી ચીન-પાકિસ્તાન રેલવે લાઇન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ તથા કરાચીના માર્ગમાંથી પસાર કરવાની યોજના છે.

સ્પષ્ટ રીતે પાકિસ્તાનમાં ચરમપંથીઓના હુમલાનો હવાલો આપતા કહ્યું કે, જોકે, પ્રતિકૂળ માહોલ તથા જટિલ ભૌગોલિક સ્થિતિના કારણે રેલવે લાઇનનાં નિર્માણની લાગત ઉંચી છે, પરંતુ પરિયોજના માટે અધ્યયન પહેલા જ શરૂ કરવામાં આવી ચૂકી છે.

English summary
China planning to build a rail link to Pakistan. China allotted fund for this purpose and research work too is going on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X