China Nuclear Submarine Accident : ચીનની પરમાણુ સબમરીને નડ્યો અકસ્માત, 55 જવાનના મોત
China Nuclear Submarine Accident : પીળા સાગરમાં ચીનની પરમાણુ સબમરીન અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં 55 જવાનના મોત થયા છે. (તસવીર - ચીન આર્મી)
યુકેના ગુપ્ત અહેવાલ મુજબ, સબમરીનની ઓક્સિજન સિસ્ટમમાં આપત્તિજનક દુર્ઘટનાને કારણે ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે ઝેરી ગેસ લીકથવા લાગ્યો અને ઓછામાં ઓછા 55 ક્રૂ મેમ્બર અને સૈનિકોના મોત થયા હતા.

યુકેના ગુપ્ત અહેવાલને ટાંકીને ડેઇલી મેલે જણાવ્યું હતું કે, મૃતકોમાં ચીનની પીએલએ નેવી સબમરીન 093-417ના કેપ્ટન કર્નલ ઝાઉ યોંગ-પેંગ અને અન્ય 21 સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ ઘટના અંગે યુકેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે, 21 ઓગસ્ટના રોજ જ્યારે સબમરીન પીળા સમુદ્રમાં એક મિશન પર હતી, ત્યારે ઓનબોર્ડ પર અકસ્માત થયો હતો.
આ ઘટના સ્થાનિક સમય અનુસાર, 08:12 કલાકે બની હતી, જેના પરિણામે 22 અધિકારીઓ, 7 ઓફિસર કેડેટ્સ, 9 જુનિયર ઓફિસર્સ અને 17 ખલાસીઓ સહિત 55 ક્રૂ સભ્યોના દુઃખદ મૃત્યુ થયા હતા.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુનું કારણ સબમરીનમાં સિસ્ટમની ખામીને કારણે હાયપોક્સિયા હોવાનું જણાય છે. જહાજ અમેરિકન અને સહયોગી સબમરીનને ફસાવવા માટે ચીની નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવાતા ચેન અને એન્કર બેરિયર પર ત્રાટક્યું હતું.
આ અથડામણને કારણે સબમરીનની સિસ્ટમ નિષ્ફળ ગઈ, જહાજને રિપેર કરવામાં અને તેને ફરી ઊભું કરવામાં છ કલાકનો સમય લાગ્યો હતો, પરંતુ આ દરમિયાન ઓક્સિજન સિસ્ટમની નિષ્ફળતાને કારણે ઝેર ફેલાઈ ગયું અને 55 સૈનિકો મૃત્યુ પામ્યા છે.
લોકો માટે ઉપલબ્ધ ચીની માહિતીમાં, ચીની સબમરીનના શંકાસ્પદ નુકસાનની કોઈ સ્વતંત્ર પુષ્ટિ નથી. ચીને આ ઘટના અંગેની અટકળોને સંપૂર્ણપણે ખોટી ગણાવીને ફગાવી દીધી છે.
ડેઇલી મેલે યુકેના અહેવાલમાં વિગતો પર ટિપ્પણી કરવા માટે રોયલ નેવીનો સંપર્ક કર્યો હતો, પરંતુ સત્તાવાર સૂત્રોએ કોઈપણ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. સંરક્ષણ ગુપ્ત માહિતી પર આધારિત યુકેના અહેવાલને ઉચ્ચતમ સ્તરની ગુપ્તતા પર વર્ગીકૃત કરવામાં આવે છે. ચીનની ટાઈપ 093 સબમરીન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ 351 ફૂટ લાંબી ન્યુક્લિયર સબમરીન ટોર્પિડોથી સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે, ટાઇપ 093 સબમરીન ચીનની કેટલીક નવી નૌકાદળ સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેમના ઓછા અવાજ ઉત્સર્જન દ્વારા અલગ પડે છે. આ ઘટના ચીનના શાનડોંગ પ્રાંતની નજીકના પાણીમાં બની હતી.












Click it and Unblock the Notifications
