For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં પોર્ન સાઈટની જાણકારી આપવા પર મળે છે 85 લાખ રૂપિયાનું ઈનામ

પોર્ન સાઈટની જાણકારી આપવા પર મળે છે 85 લાખ રૂપિયાનું ઈનમ

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ કોઈ તમને એમ કહે કે પોર્ન સાઈટની જાણકારી આપો અમે તમને 84 લાખ રૂપિયા આપશું તો? ચોંકી ગયાને! તો જણાવી દઈએ કે ચીને પોર્નોગ્રાફિક અને ગેરકાયદેસર કંટેન્ટ વિશે જાણકારી આપનાર નાગરિકોને રોકડ ઈનામની જાહેરાત કરી છે. શુક્રવારે ચીન તરફથી નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. નવો કાયદો એક ડિસેમ્બરથી લાગુ થઈ રહ્યો છે. આ નવા કાયદા બાદ પહેલાની સરખામણીએ ઈનામની રકમ બમણી કરી દેવામાં આવી છે.

બમણી થઈ ઈનામની રકમ

બમણી થઈ ઈનામની રકમ

ચીનમાં પોર્ન અને ગેરકાયદેસર કંટેન્ટ વિશે ઑથોરિટીને જાણકારી આપનાર નાગરિકોને પહેલા 3 લાખ યુઆન મળતા હતા નવા નિયમ મુજબ ઈનામની રકમ 6 લાખ યુઆન થઈ ગઈ છે જે 1,18,000 અમેરિકન ડોલર અને 85 લાખ રૂપિયા બરાબર છે. ચીનમાં ગેરકાયદેસર કંટેન્ટની પરિભાષાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં રાષ્ટ્રીય એકતાને ખતરામાં નાખતા અને દેશના સિક્રેટ જાહેર કરવા તથા સામાજિક માળખાને પ્રભાવિત કરતા નિયમોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ તે શબ્દો છે જેનો પ્રયોગ ઑથોરિટીઝ હંમેશા ચીની પ્રશાસન અંતર્ગત લોકોને સજા આપવા માટે કરતી હતી. આ શબ્દો દ્વારા મોટાભાગના સામાજિક કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવે છે.

વેબસાઈટ્સ પર નિશાન

વેબસાઈટ્સ પર નિશાન

નવા નિયમોને ચીની મીડિયાના રેગ્યુલેટર તરફથી જાહેર કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય કંટેન્ટ પર નિયંત્રણ કરવાનો છે. જ્યારે પાછલા દિવસોમાં સાઈબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઑફ ચાઈના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે ચાઈનિઝ સોશિયલ મીડિયા પર હાજર 9800 આવાં અકાઉન્ટ્સ હટાવ્યાં છે જેના પર રાજનૈતિક નુકસાન પહોંચાડનાર કંટેન્ટ ઉપલબ્ધ હતાં. સાથે જ આ પ્લેટફોર્મ દ્વારા અફવા અને ખોટી માન્યતાઓ લોકો વચ્ચે પહોંચાડવામાં આવી રહી હતી. ચીનના ઈન્ટનેટ રેગ્યુલેટરે પોતાના એક્શનમાં વી ચેટ અને વીબોને લાપરવાહી વરતવા અને ગેરકાયદેસર વર્તાવ કરવાનો આરોપ લગાવતા નિશાન બનાવ્યું છે.

ડિવાઈઝની જાણખારી પોલીસને

ડિવાઈઝની જાણખારી પોલીસને

સીએસીએ નવા નિયમો અંતર્ગત વેબસાઈટ અને અન્ય કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ માટે આ ફરજિયાત કરી દીધું છે કે સર્વિસ પ્રોવાઈડર્સને ચેટ લૉગ, નેટવર્ક એડ્રેસ અને કેવી રીતે ડિવાઈઝથી ઈન્ટરનેટનો એક્સેસ કરવામાં આવી રહ્યો હતો, આ વિશે પણ જાણકારી મહિનાના અંત સુધીમાં પોલીસને સોંપવાની રહેશે. આ જાણકારી સિક્યોરિટી એસેસમેન્ટ રિપોર્ટ્સમાં સામેલ કરવામાં આવશે. સીએસી, વીબો, ચેટ ગ્રુપ્સ અને બ્લૉગ્સ એટલે આવા પબ્લિક પ્લેટફોર્મ પર પોતાનું નિયંત્રણ રાખવા માગે છે.

પતિએ પોર્ન અને કોલગર્લ બુકિંગ સાઈટ પર પત્નીની ફોટો મૂકીપતિએ પોર્ન અને કોલગર્લ બુકિંગ સાઈટ પર પત્નીની ફોટો મૂકી

English summary
China raises cash rewards paid to citizens for reporting pornographic and illegal publications to authorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X