For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર, સરહદ નજીક શરૂ કરી બુલેટ ટ્રેન

અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર, સરહદ નજીક શરૂ કરી બુલેટ ટ્રેન

|
Google Oneindia Gujarati News

રણનીતિ તરીકે બહુ મહત્વપૂર્ણ મનાતા હિમાલયના તિબેટ ક્ષેત્રમાં ચીને પહેલી બુલેટ ટ્રેન ચલાવી ભારતનું ટેન્શન વધારી દીધું છે. તિબેટની રાજધાની લ્હાસાથી અરુણાચલ પ્રદેશની બોર્ડર પર આવેલ શહ ન્યિંગચી વચ્ચે ચીને બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. જેને પગલે અરુણાચલ પ્રદેશને લઈ ભારતની ચિંતા વધી ગઈ છે. (ફોટો ક્રેડિટ- પીપુલ્સ ડેલી)

તિબેટમાં બુલેટ ટ્રેન

તિબેટમાં બુલેટ ટ્રેન

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ મુજબ સિચુઆન-તિબેટ રેલવે અંતર્ગત આ પરિયોજનાનો વિકાસ કરવામાં આવ્યો છે અને એક જુલાઈએ ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટીની 100મી વર્ષગાંઠ પહેલાં આ બુલેટ ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. આ બુલેટ ટ્રેન લ્હાસાથી ન્યિંગચી સ્ટેશન વચ્ચે 435.5 કિમીની દૂરી ખેડશે. રિપોર્ટ મુજબ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન શુક્રવારે સવારે શરૂ થઈ છે જે લ્હાસાને ન્યિંગચી સાથે જોડશે અને આ એક ફક્સિંગ બુલેટ ટ્રેન છે, જેનું સત્તાવાર રીતે સંચાલન શરૂ થઈ ગયું છે.

ચીનની રેલવેએ શું કહ્યું

ચીનની રેલવેએ શું કહ્યું

ચીનની નેશનલ રેલવે કોર્પોરેશન એટલે કે સીએનઆરજીએ કહ્યું કે બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થવું અને પરિવહન ખોલવું, તિબેટ અને ચીનના અન્ય પ્રાંતો અને ક્ષેત્રો વચ્ચે સંપર્ક અને આદાન-પ્રદાનને મજબૂત કરવા માટે બહુ મહત્વપૂર્ણ છે અને જાતીય એકતા બનાવી રાખવા, સીમા ક્ષેત્રોમાં સ્થિરતાને મજબૂત કરવાની સાથે જ ગ્રામીણ ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપરૂણ પગલું ઉઠાવ્યું છે.

ચીનની આ બુલેટ ટ્રેનની ખાસિયત

ચીનની આ બુલેટ ટ્રેનની ખાસિયત

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ સિચુઆન-તિબેટ રેલવે માર્ગ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદૂથી શરૂ થઈ તિબેટમાં દાખલ થશે અને તિબેટથી થતાં આ રેલવેમાર્ગ ચમદો સુધી જશે. આ બુલેટ ટ્રેનના શરૂ થયા બાદ હવે ચેંકદૂથી લ્હાસા સુધીની દૂરી જે પહેલા 48 કલાકમાં નક્કી કરવામાં આવતી હતી તેને માત્ર 13 કલાકમાં પૂરી કરી લેવાશે. જણાવી દઈએ કે ન્યિંગચી, મેડોગ પ્રાંતમાં સ્થિત એક શહેર છે, જે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યની સીમા નજીક આવેલ છે.

અરુણાચલ પ્રદેશ પર ચીનની નજીક

અરુણાચલ પ્રદેશ પર ચીનની નજીક

પહેલાં ચીને ભારતના અભિન્ન ભાગ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવ્યો હતો, જેને ભારતે ધડમૂડથી ફગાવી દીધો હતો. જણાવી દઈએ કે ભારત-ચીન સીમા વિવાદમાં 3 હજાર 488 કિમી લાંબી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ સામેલ છે, જેને આપણે સામાન્ય ભાષામાં એલએસી કહીએ છીએ. ચીનના શિંહુઆ યુનિવર્સિટીના નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર કિયાન ફેંકે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું કે "ભારત-ચીન સીમા પર જો કોઈ વિવાદ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે તો આ કોઈ સંકટનું વાતાવરણ બને છે, તો આ રેલવા દ્વારા ચીનને રણનૈતિક સામગ્રી પહોંચાડવામાં ખુબ મદદ મળશે." એવામાં જોવામાં આવે તો રણનૈતિક રીતે અરુણાચલ પ્રદેશની બોર્ડર પર તિબેટ પાસે ભારત માટે પડકાર વધી ગયો છે.

English summary
China's eye on Arunachal Pradesh, bullet train started near the border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X