china tariff : ચીનના ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?
china tariff : અમેરિકાના ટેરિફના કારણે વિશ્વની બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીન સામસામે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની જાહેરાત બાદ હવે ચીને પણ 4 એપ્રિલે ટેરિફની જાહેરાત કરી છે.
શુક્રવારે ચીને મેરિકન ઉત્પાદનો પર સીધો 34% ટેરિફ લગાવ્યો છે. આ 10 એપ્રિલ 2025થી અમલમાં આવશે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યુ કે, આ પગલું ટ્રમ્પની પ્રતિશોધાત્મક નીતિના જવાબરૂપે લેવામાં આવ્યું છે. ચીનના સરકારી મીડિયા શિન્હુઆના અનુસાર, આ ટેરિફનું ઉદ્દેશ અમેરિકન દબાણ સામે મજબૂત લાઇન અપનાવવાનો છે.
ચીનના જવાબ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, ચીન ગભરાઈ ગયું છે અને ખોટું પગલું ભરી રહ્યું છે. આ વ્યવહાર તેને ભવિષ્યમાં ભારે પડશે. ટ્રમ્પે આગળ ઉમેર્યું કે હવે એ સમય છે જયારે લોકો સંપત્તિશાળી બનવાની તક મેળવી શકે છે. તેમનો દાવો છે કે આ અર્થવ્યવસ્થામાં પોઝિટિવ વળાંક આવશે.
2 એપ્રિલના રોજ ટ્રમ્પે અમેરિકાના લિબરેશન ડે તરીકે જાહેરાત કરતાં ભારત, ચીન સહિતના ઘણા દેશો પર ભારે ટેરિફ લગાવ્યા છે. આ પગલાંની સીધો અસર વૈશ્વિક શેરબજારો પર પડી છે. ભારતીય અને અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે, જેના કારણે અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
ટેરિફના આ પગલાંને લઈને ચીન WTO (વિશ્વ વેપાર સંગઠન) સુધી પહોંચી ગયું છે. ચીને અમેરિકાને વેપાર ભાગીદારો સામે અપનાવેલી પ્રતિશોધાત્મક નીતિ અંગે ફરિયાદ દાખલ કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયએ સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત પોતાના વ્યાપાર હિતોની રક્ષા માટે કામ કરી રહ્યા છે.
ચીનએ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને તેણે 16 અમેરિકન કંપનીઓના ડ્યુઅલ યુઝ ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે ટેકનોલોજીથી લઈને એરોસ્પેસ સુધીના ક્ષેત્રમાં હવે ચીન અને અમેરિકા વચ્ચે સ્પર્ધા વધુ ગંભીર બની શકે છે.
ટ્રમ્પે પોતાની ચૂંટણી ઝુંબેશ દરમિયાન ચીન પર 60% સુધી ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. હાલમાં કુલ ટેરિફ 54% સુધી પહોંચી ગયું છે, જે તેની જાહેરાતના ખૂબ નજીક છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ પોતાના વચનો પર અડગ રહેવાનો સંકેત આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
