ચીની ડ્રગ ચાઈના ટાઉન-ચાઈના વાઈટને સંપૂર્ણપણે નાબૂદ કરવા યુએસ-ચીને મિલાવ્યા હાથ
Chinese drug Fentanyl: અમેરિકાની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન સાથે મુલાકાત કરી હતી.બંને નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને ઘણા મહત્વના નિર્ણયો પણ લીધા હતા.
એઆઈ અને તાઈવાન મુદ્દા ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને માહિતી આપી કે ચીની દવા ફેન્ટાનીલના ઉત્પાદનને રોકવા માટે ચીન કાર્યવાહી કરશે.

તમને જણાવી દઈએ કે ફેન્ટાનીલ એક સિન્થેટીક ઓપીયોઇડ છે જેના કારણે ગયા વર્ષે 70,000 લોકોના મોત થયા હતા. આ દવાનુ કોડ નેમ ચાઈના ટાઉન, ચાઈના વાઈટ પણ છે. આખા અમેરિકામાં સિન્થેટીક ઓપીયોઇડ ઓવરડોઝથી દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે.
ગુરુવારે (16 નવેમ્બર) સાન ફ્રાન્સિસ્કોમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન કૉન્ફરન્સ (APEC)માં, જો બાઈડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે ચીન સાથે ઉચ્ચ સ્તરીય સૈન્ય મંત્રણા ફરી શરૂ કરવાની વાત કરી હતી. વાટાઘાટોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત મુદ્દાઓ પણ સામેલ કરવામાં આવ્યા હતા.એક વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે બાઈડન ચીનના રાષ્ટ્રપતિને મળ્યા છે.
ચીન ઓપીઓઇડ દવા બનાવવા માટે વપરાતા કાચા માલ અને ઓપિયોઇડની નિકાસ કરતી કંપનીઓ સામે પગલાં લઈ શકે છે. ફેન્ટાનીલ તબીબી રીતે ઉપયોગમાં લેવાતા પેઇન રિલીવર મોર્ફિન કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે અને હેરોઈન કરતાં 50 ગણી વધુ મજબૂત છે. યુએસ સરકારે 1998માં પેઈન કિલર તરીકે તેના ઉપયોગને મંજૂરી આપી હતી.
તેને ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કેન્સરના દર્દીઓના દર્દની સારવાર માટે તૈયાર કરવામાં આવી હતી. તેના પ્રિસ્ક્રિપ્શન સ્વરૂપમાં, ફેન્ટાનીલ એક્ટિક ડ્યુરાજેસિક અને સબ્લિમેઝ 4,5 નામથી ઓળખાય છે. ઓપીયોઇડનો ઉપયોગ બંધ કરવાથી શરીરમાં દુખાવો, ઝાડા અને વહેતું નાક સહિત ફલૂ જેવા લક્ષણો થઈ શકે છે.
દર્દીઓને ફેંટેનાઈલ ઈન્જેક્શન, સ્કીન પેચ કે ડૉક્ટરના જણાવ્યા મુજબ ગોળીઓ તરીકે આપવામાં આવી શકે છે. તેને લિક્વિડ અને પાવડર તરીકે ગેરકાયદે રીતે ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ આઈ ડ્રૉપ, નાક સ્પ્રે તરીકે તેમજ ગોળીઓ તરીકે પણ કરવામાં આવે છે.
સીડીસીના જણાવ્યા મુજબ ફેન્ટાનાઇલ અને તેની સાથે ભેળવવામાં આવતી ફાર્માસ્યુટિકલ્સ અત્યંત જોખમી છે. ઓવરડોઝના કેટલાક લક્ષણોમાં આંખની કીકીનુ સંકોચન, નબળા અથવા ધીમા શ્વાસ, ગૂંગળામણ અથવા ઘરઘર જેવા અવાજો, શરીર ઢીલુ થઈ જવુ, ઠંડી અથવા ત્વચા ચીકણી થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે જણાવ્યું છે કે ફેન્ટાનાઇલને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે હવે અમેરિકા અને ચીને હાથ મિલાવ્યા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
