For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં બનાવવામાં આવ્યો 100 મેગાપિક્સલનો કેમેરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

camera
બીજીંગ, 10 જુલાઇ: ચીનની એક સંસ્થાએ હવાઈ મેપિંગ, હોનારત મોનીટરીંગ અને સારી પરિવહન સિસ્ટમોના ઉપયોગમાં લેવામાં આવનાર 100 મેગાપિક્સલનો કેમેરો બનાવ્યો છે.

ચાઇના એકેડમી ઑફ સાયન્સે (સીએએસ) એક નિવેદનમાં કહ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપ્ટિકલ એન્ડ ઇલેકટ્રોનિક્સે 100 મેગાપિક્સલવાળો આઇઓ-3-કાનબાન કેમેરો વિકસાવ્યો છે. સીએએસનો દાવો છે કે આ દુનિયાનો સૌથી વધુ પિક્સલવાળો કેમેરો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેમેરો 10,240X 10,240 પિક્સલવાળો ફોટો ખેંચી શકે છે.

ચીનની સરકારી સમાચાર એજન્સીએ સીએએસના નિવેદન પર આધાર રાખીને લખ્યું છે કે આ કેમેરો ખૂબ જ નાનો છે અને તેનો આકાર ફક્ત 19.3 સેમી છે. એજન્સીએ જણાવ્યું હતું કે તેને શૂન્યથી 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા અને 55 ડિગ્રી સેલ્સિયસના ઉચ્ચ તાપમાન પર પણ ઉપયોગ કરી શકાય છે.

English summary
A Chinese institute claimed to have successfully developed a 100-megapixel camera which could produce high-resolution imaging in the fields of aerial mapping, disaster monitoring and intelligent transportation systems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X