પાકિસ્તાનમાં 3 ખ્રિસ્તી મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવી

નેતા પર આરોપ છે કે, પોતાના ઝઘડાઓને લઇને તેમણે આવું કર્યું. લાહોર હાઇકોર્ટે કાસુરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજને મામલાની તપાસ કરવાનો અને 2 અઠવાડિયામાં રિપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બે મહિના પહેલા લાહોરથી અંદાજે 50 કિમી દૂર કસૂર પટોકી વિસ્તારમાં બાહુબલી પીએમએન નેતાએ આ ઘટનાને અંજામ આપ્યો.
પોલીસે જણાવ્યું કે, બાહુબલી મુહમ્મદ મુનીરના મસીહ પરિવારના યુવકો સાથે મવેશિઓને લઇને ઝઘડો થો હતો. ત્યારબાદ મસીહ પરિવારના લોકો જ્યારે નોકરી પર જતા રહ્યાં તો મુનરી પોતાના માણસો સાથે ત્યાં પહોંચી ગયો. બાહુબલી માણસોમાં ઘરમાં રહેલી ત્રણ મહિલાઓને ઉઠાવી લીધી. ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી અને તેમને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી હતી.












Click it and Unblock the Notifications
