For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CIAએ ચેતવ્યા, હતાશાથી ઘેરાયેલા પુતિન કરી શકે છે ન્યૂક્લિયર બૉમ્બનો ઉપયોગ

અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ યુક્રેન સામે યુદ્ધને 50 દિવસથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી આ યુદ્ધમાં રશિયાને નિર્ણાયક રીતે કોઈ સફળતા મળી શકી નથી ત્યારબાદ અમેરિકાની સેન્ટ્રલ ઈંટેલીજન્સ એજન્સીએ ચેતવ્યા છે કે વ્યાદિમીર પુતિન બેચેન છે અને તે પરમાણુ હુમલો કરી શકે છે. સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે ગુરુવારે કહ્યુ કે પુતિન વ્યૂહાત્મક કે ઓછી તીવ્રતાવાળા પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. પોતાના ભાષણમાં બર્ન્સે કહ્યુ કે જે રીતે પુતિનની બેચેની વધી રહી છે અને યુક્રેનમાં તેમને હાલત થઈ છે તે બાદ આપણે કોઈએ પણ પુતિનના પડકાર અને બેચેનીને હળવાશમાં ન લેવી જોઈએ, તે ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

putin

તમને જણાવી દઈએ કે ક્રેમલિને પહેલા જ રશિયન ન્યૂક્લિયર ફોર્સને હાઈ એલર્ટ પર રહેવા માટે કહ્યુ છે. પરંતુ બર્ન્સનુ કહેવુ છે કે ધરાતલ પર આના અનુક ઠોસ પુરાવા નથી મળ્યા કે રશિયન સેના ન્યૂક્લિયર એલર્ટ પર છે. અમે ઘણા ચિંતિત છીએ, હું જાણુ છુ કે બાઈડેન ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે પરંતુ પરમાણુ હુમલો આ કોશિશને ધક્કો પહોંચાડી શકે છે. રશિયા પાસે ઘણા વ્યૂહાત્મક પરમાણુ હથિયાર છે કે અમેરિકાના પરમાણુ બૉમ્બથી ઓછા શક્તિશાળી છે જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા-નાગાસાકીમાં નાખવામાં આવ્યા હતા.

નોંધનીય વાત છે કે રશિયાની સેનાનો સિદ્ધાંત છે કે સ્થિતિને ઓછી તણાવપૂર્ણ કરવા માટે તણાવ વધારવામાં આવે, જેમાં નિમ્ન ક્ષમતાના પરમાણુ હુમલા થઈ શકે છે. જો સ્થિતિ વધુ બગડે તો રશિયા આ વિકલ્પ પસંદ કરી શકે છે. બર્ન્સે કહ્યુ કે મે રશિયામાં અમેરિકાના રાજદૂતની પણ ભૂમિકા નિભાવી છે. બર્ન્સે કહ્યુ કે રોજ, પુતિન પ્રદર્શિત કરે છે ઘટતી શક્તિઓ ઓછામાં ઓછી એટલી જ વિઘટનાકારી હોઈ શકે છે જેટલી કે વધતી શક્તિઓ.

English summary
CIA warns Vladimir Putin may use tactical nuclear weapon against Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X