• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

climate change : દુનિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર જાય એવી દિવસોની સંખ્યા બમણી થઈ - BBC રિસર્ચ

climate change : દુનિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર જાય એવી દિવસોની સંખ્યા બમણી થઈ - BBC રિસર્ચ
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બીબીસીના એક અધ્યયનમાં સામે આવ્યું છે કે 1980ના દાયકાથી દર વર્ષે સૌથી વધુ તાપમાન નોંધાય તેવા દિવસોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

એટલું જ નહીં તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હોય એવા વિસ્તારોની સંખ્યા પણ વધી છે, તેનાથી મનુષ્યોના આરોગ્ય તથા જીવનશૈલી માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે.

છેલ્લા ચાર દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય.

1980થી 2009 વચ્ચે વર્ષે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, આવા દિવસોની સંખ્યા 2010થી 2019ની વચ્ચે 26 રહી હતી.

આ સમયગાળામાં દર વર્ષે તાપમાન 45 ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું.

ક્લાઇમેટ ચેન્જ બાબતોના અગ્રણી પત્રકાર ડૉ. ફ્રેડરિક ઑટોએ કહ્યું, "આ વધારાની પાછળ સો ટકા અશ્મીભૂત ઈંધણને બાળવું એ જ કારણ છે."

વિશ્વમાં હવામાન ગરમ થતા તાપમાનમાં મોટો ઉછાળો વારંવાર જોવા મળી શકે છે.

વધુ પડતી ગરમી મનુષ્યો અને પ્રકૃતિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ઇમારતો, સડકો અને પાવર સિસ્ટમ્સ માટે જોખમરૂપ બની શકે છે.

મધ્ય પૂર્વ અને ખાડી દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની ઘટનાઓ વારંવાર જોવા મળી છે.

આ વર્ષે ઉનાળામાં ઇટાલીમાં રેકૉર્ડતોડ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ અને કૅનાડામાં 49.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો અશ્મીભૂત ઈંધણને બાળવાનું ચાલુ રખાશે તો આનાવાર ભવિષ્યમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતું રહેશે.

ક્લાઇમેટ રિસર્ચર ડૉ સિહાન લી કહે છે કે "આપણે ઝડપથી પગલાં લેવાની જરૂર છે. જેટલી જલ્દી ઉત્સર્જન ઘટાડી શકશું, એટલું આપણા માટે સારું રહેશે."

1980થી 2009 વચ્ચે વર્ષે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, આવા દિવસોની સંખ્યા 2010થી 2019ની વચ્ચે 26 રહી હતી.

ડૉ લી અનુસાર "સતત ઉત્સર્જન અને આ દિશામાં પૂરતાં પગલાં ન લેવાથી, અતિશય વધારે તાપમાનથી પરિસ્થિતિ વધારે ગંભીર અને વારંવાર જોવા મળશે અને કટોકટીના પગલાં લેવા વધારે પડકારજનક બનશે."

બીબીસીની સમીક્ષા અનુસાર હાલના દાયકાઓમાં 1980-2009 વચ્ચે નોંધાયેલા અધિકતમ તાપમાનની સરેરાશની સરખામણીમાં, અધિકતમ તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો આવ્યો છે પરંતુ અધિકતમ તાપમાનમાં આવેલો ઉછાળો વિશ્વમાં બધે સમાન રૂપથી જોવા નથી મળ્યો,

પૂર્વ યૂરોપ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં અધિકતમ તાપમાનમાં એ ડિગ્રી કરતા વધારે ઉછાળો જોવા મળ્યો તો આર્કટિક અને મધ્યપૂર્વના કેટલાક ભાગોમાં અધિકતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો જોવા મળ્યો છે.

વૈજ્ઞાનિકોએ નેવમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની શિખરસંમેલનમાં સામેલ થનારા વિશ્વના નેતાઓને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે,

આ શિખરસંમેલનમાં સરકારોને તાપમાનમાં વધારો થતો રોકવા માટે ઉત્સર્જનમાં નવેસરથી કાપ મૂકવા માટે પ્રતિબદ્ધતા નક્કી કરવાનું કહેવામાં આવશે.


અતિશય ગરમીનો શું પ્રભાવ?

બીબીસીનું વિશ્લેષણ સાથે 'લાઇફ ઍટ 50 ડિગ્રી સેલ્સિયસ' નામની ડૉક્યૂમેન્ટરી લૉન્ચ કરાશે જેમાં વિશ્વમાં અતિશય ગરમીને કારણે લોકોનાં જીવન પર પડતા પ્રભાવ પર નજર પડશે.

50 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા તાપમાનમાં પણ અતિશય ગરમી અને ભેજને કારણે મનુષ્યના આરોગ્યને નુકસાન થઈ શકે છે.

રટગર્સ યુનિવર્સિટીના ગત વર્ષે હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર જો આ રીતે જ ગ્લોબલ વૉર્મિગ ચાલતું રહ્યું તો વર્ષ 2100 સુધી લગભગ આખા વિશ્વમાં 1.2 અબજ લોકો અતિશય ગરમીને કારણે પ્રભાવિત થઈ શકે છે. હાલના સમયમાં જેટલા લોકો અતિશય ગરમીને કારણે પ્રભાવિત થાય છે તેના કરતાં ચાર ગણા લોકો પ્રભાવિત થશે.

અતિશય ગરમીને કારણે દુષ્કાળ તથા જંગલમાં આગની પરિસ્થિતિ ઉત્પન્ન થતા આજુબાજુના વિસ્તારોમાં આવતા ફેરફારથી પણ લોકોની મુશ્કેલી વધે છે.

ઇરાકમાં દર વર્ષે અતિશય ગરમી પડે છે અને ખૂબ ઊંચું તાપમાન નોંધાય છે. શેખ કાઝેમ અલ કાબી ઇરાકમાં ઘઉંની ખેતી કરે છે.

તેઓ જ્યાં રહે છે તે વિસ્તારમાં થોડાં વર્ષો પહેલાં જમીન ઉપજાઉ હતી અને તેમનો તથા આસપાસના લોકોનો નિર્વાહ તે જમીન પર ખેતીથી થઈ શકતો હતો પરંતુ ધીમે-ધીમે જમીન શુષ્ક તથા ઉજ્જડ થતી ગઈ.

તેઓ કહે છે, "આ આખી જમીન લીલીછમ હતી પણ હવે એ બધું ખતમ થઈ ગયું. હવે અહીંયા રણ છે અને દુષ્કાળની પરિસ્થિતિ છે."

તેમના ગામના લગભગ બધા લોકો કામ-ધંધાની શોધમાં અન્ય પ્રાંતોમાં રહેવા જતા રહ્યા છે.

તેઓ કહે છે કે, "મેં મારા ભાઈ, પાડોશીઓ અને અંગત મિત્રોને ગુમાવી દીધા. અમારું જીવન એકબીજા સાથે જોડાયેલું હતું. હવે મારી પાસે કોઈ નથી. બસ આ સૂકી-ખાલીખમ જમીન છે."

પદ્ધતિ

મારા વિસ્તારમાં તાપમાન 50 ડિગ્રીને પાર થયું હતું, મારા વિસ્તારનો સમાવેશ કેમ નથી કરાયો?

રેકૉર્ડતોડ તાપમાનના સમાચાર મોટા ભાગે એક જ હવામાન મથકના આંકડા પર આધારિત હોય છે. પરંતુ અમે જે ડેટાનો અભ્યાસ કર્યો તે હવામાન મથક દ્વારા કવર કરાયેલા વિસ્તાર કરતા ઘણા મોટા વિસ્તારના આધારે કર્યો છે.

દાખલા તરીકે અમેરિકામાં આવેલી દક્ષિણ કૅલિફૉર્નિયામાં આવેલો ડૅથ વૅલી નેશનલ પાર્ક દુનિયાની સૌથી ગરમ જગ્યામાં આવે છે. અહીં ઉનાળામાં કેટલાક ભાગોમાં તાપમાન નિયમિત રીતે 50 ડિગ્રી સેલ્સિયસને પાર જતું હોય છે.

પરંતુ જ્યારે અલગઅલગ સ્થળો પર નોંધાયેલા તાપમાનની સરેરાશ લેવામાં આવે ત્યારે સરેરાશ તાપમાન 50 ડિગ્રીની નીચે હોય છે.

આ ડેટા ક્યાંથી લેવાયો?

બીબીસીએ કૉપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ હાઈ રિઝોલ્યૂશન ગ્લોબલ ERA5 ડેટા અનુસાર દૈનિક અધિકતમ તાપમાનના આધારે અભ્યાસ કર્યો હતો. વૈશ્વિક સ્તરે પર્યાવરણના ટ્રેન્ડ્સના અભ્યાસ માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

ERA5 વિવિધ સ્રોતો જેમકે હવામાન મથકો અને સૅટેલાઇટ્સથી હવામાન અંગેના અવલોકનને હવામાનનો અંદાજ લગાવનારી આધુનિક વ્યવસ્થાઓ સાથે સાંકળે છે.

વિશ્વભરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા હવામાન મથકોના કવરેજમાં રહેલી ખામીઓને ખાળીને આખી દુનિયામાં પર્યાવરણમાં આવતા પરિવર્તનને સમજવામાં મદદ મળે છે.

બીબીસીએ શું વિશ્લેષણ કર્યું?

1980થી 2020 સુધી દૈનિક અધિકતમ તાપમાનનો અભ્યાસ કરીને અમે એ જાણ્યું કે ક્યારે-ક્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું.

આ સમજવા માટે અમે વાર્ષિક એવા દિવસો અને સ્થળોની ગણતરી કરી જ્યારે અને જ્યાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું હતું.

અમે અધિકતમ તાપમાનમાં આવતા ફેરફારો પણ અભ્યાસ કર્યો. તેના માટે અમે 2010થી 2019ની વચ્ચેના સમય તથા વર્ષ (1980-2009) વચ્ચેના સમયગાળામાં જમીન અને સમુદ્રની સપાટી પર નોંધાયેલા સરેરાશ અધિકતમ તાપમાનના અંતર પર કામ કર્યું.

અનુક્રમે 30 વર્ષમાં નોંધાતા સરેરાશને ક્લાઇમેટોલૉજીઝ કહેવાય છે. 30 વર્ષની ક્લાઇમેટોલૉજીઝની સરખામણી હાલના તબક્કેના પર્યાવરણ અંગેની સરેરાશ સાથે થાય છે.

'લોકેશન'નો શું અર્થ?

એક લોકેશનનો વ્યાપ લગભગ 25 કિલોમીટરનો છે કે પછી ભૂમધ્યરેખાની આસપાસ 27-28 કિલોમિટર હોઈ શકે છે. તે ચોરસ મોટા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં વિવિધ પ્રકારના ભૌગોલિક વિસ્તારો પણ દર્શાવે છે.

આ ચોરસમાં આવેલો વિસ્તાર 0.25 ડિગ્રી અક્ષાંશ અને રેખાંશમાં દર્શાવેલો છે.

ક્રેડિટ

પદ્ધતિને યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડના સ્કૂલ ઑફ જિયોગ્રાફી ઍન્ડ ધી ઍન્વાયરમેન્ટના ડૉ સિહાન લી તથા બર્કલે અર્થ અને ધી બ્રેકથ્રૂ ઇન્સ્ટિટ્યૂટના ડૉ ઝેકે હૉઝફાધરની મદદથી વિકસાવવામાં આવી છે.

યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) દ્વારા એક્સટર્નલ રિવ્યૂ. યુનિવર્સિટી ઑફ રીડિંગના પ્રોફેસર એડ હૉકિન્સનો વિશેષ આભાર. મેટ ઑફિસના પ્રોફેસર જૉન સીઝરને પણ વિશેષ આભાર.

નાસોસ સ્ટાઇલિનાઉ તથા બેકી ડેલ દ્વારા ડેટા વિશ્લેષણ તથા પત્રકારત્વ. ડિઝાઇન પ્રિના શાહ, સના જાસેમી અને જૉય રૉક્સાસ. ડેવેલપમેન્ટ કૅટરિઓના મૉરિસન, બેકી રશ તથા સ્કૉ જૈરવિસ. એલિસન બેન્જામિન દ્વારા ડેટા એન્જિનિયરિંગ. કેસ સ્ટડી નમક ખોશનૌ અને સ્ટેફની સ્ટાફર્ડ. મૉનિકા ગાર્નસે દ્વાદા ડૉ ઓટોનો ઇન્ટરવ્યૂ.

ક્લાઇમેટ સ્ટારઇપ્સ વિઝુઅલાઇઝેશન સૌજન્ય પ્રોફેસર એડ હૉકિન્સ અને યુનિવર્સિટી ઑફ રીડિંગ.https://www.youtube.com/watch?v=Gmx868O4tZk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Climate change: The number of days when global temperatures exceed 50 degrees has doubled - BBC Research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X