મહિલાએ નકલી ગર્ભમાં છૂપાવ્યું હતું બે કિલો કોકેઇન, જુઓ વીડિયો

આરોપી મહિલાનું નામ તબિથા લિયા રિચી છે. આ યુવતી 28 વર્ષની છે અને કેનેડાની રહેનાર છે. તે પોતાને સોશિયલ વર્કર ગણાવે છે. રિચી કેનેડા માટે ફ્લાઇટ માટે બોગોટા એરપોર્ટ આવી હતી.
તપાસ દરમિયાન તેણે જણાવ્યું કે તે ગર્ભવતી છે. પરંતુ ઇન્સ્પેક્ટરને તેનું પેટ ખૂબ જ ઠંડુ અને કડક લાગ્યું. વધુ તપાસ કરતા પોલીસને માલુમ પડ્યું કે મહિલાએ રબરનો નકલી ગર્ભ ચોંટાડી રાખ્યો હતો. જેની અંદર 2 કિલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું.
પોલીસે જણાવ્યું કે રિચી 6 ઓગસ્ટના રોજ કોલંબિયા પહોંચી હતી. કેનેડાઇ દૂતાવાસથી મહિલાની વધુ માહિતી માંગવામાં આવી છે. પરંતુ હજી સુધી ત્યાંથી કોઇ જવાબ આવ્યો નથી.
<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/KuRukuTNHDA" frameborder="0" allowfullscreen></iframe></center></center>












Click it and Unblock the Notifications
