ઉરી આતંકી હુમલો ભારતમાં થયો, પણ હાલત પતળી ચીનની થઇ!
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાએ ચીનની ચિંતામાં વધારો કરી દીધો છે. ગભરાયેલા ચીને પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવાની સીધી વાત કરવાનું મન બનાવી લીધું છે કારણકે તેના લીધે તેના 46 બિલિયન ડૉલરના પ્રોજેક્ટને નુકશાન થઇ રહ્યું છે.
વાસ્તવમાં, ચીન-પાકિસ્તાન ઇકૉનોમિક કૉરિડોર (CPEC) ને લઇને પહેલેથી જ બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં છે. ભારત પણ, આ સંદર્ભે પોતાની નારાજગી દર્શાવી ચૂક્યું છે. અહીં, રવિવારે ઉરી સ્થિત આર્મી બેઝ પર આતંકવાદી હુમલાએ ફરી એક વાર પાકિસ્તાનને દુનિયાની નજરોમાં લાવી દીધું છે. આ હુમલામાં ભારતના 18 જવાન શહીદ થયા છે.
પ્રોજેક્ટ પર મંડરાઇ રહ્યો છે ખતરો
ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે અને આવનારા દિવસોમાં તે આંતરરાષ્ટ્રીય ફોરમમાં આ મુદ્દાને ઉઠાવશે. સાથે જ પાકિસ્તાનની જમીનમાં મૂળિયા જમાવેલ આતંકવાદનો મુદ્દો પણ ઉઠશે. આ વાતથી ચીનની ચિંતા વધી છે. ચીનને લાગે છે કે ભારતના અવાજની અસર ચોક્ક્સ થશે અને તેનાથી CPEC ના ભવિષ્ય પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે.

ચીને કરી આતંકવાદી હુમલાની નિંદા
ચીની વિદેશ મંત્રાલય સાથે જોડાયેલ હૂ શિશેંગે ઉરી હુમલાની નિંદા કરતાં કહ્યું કે, " આ એક અમાનવીય હુમલો છે જેની કડકમાં કડક નિંદા થવી જોઇએ." તેમણે કહ્યું કે ચીન હંમેશાથી ઇચ્છે છે કે ભારત-પાકિસ્તાન સાથે મળીને આતંકવાદ સામે લડે.

આતંકવાદે બગાડ્યો માહોલ
શિશેંગે કહ્યું કે CPECનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્રીય વિકાસને આગળ વધારવાનો છે પરંતુ હિંસક માહોલમાં આ સંભવ નહી બને. તેમણે કહ્યું, મોદીના લાહોર પ્રવાસ બાદ આશા હતી કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે પરંતુ પઠાણકોટ હુમલાએ તમામ સ્થિતિને બગાડી દીધો. હવે નવા હુમલાથી ફરી એકવાર પરિસ્થિતિ તણાવગ્રસ્ત થઇ ચૂકી છે, જે CPEC માટે ઠીક નથી. આવા હુમલાઓથી તેના ભવિષ્ય પર અસર પડશે.

સાર્ક સંમેલન પર પણ પડશે અસર
ભારત પહેલેથી જ CPEC ને લઇને પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે કારણકે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઇને પસાર થાય છે. ચીની નેતાએ કહ્યું કે હવે એ જોવું રહ્યું કે નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનમાં શું થાય છે.













Click it and Unblock the Notifications
