For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુદને બદલી રહ્યો છે કોરોના વાયરસ, શરીર માટે બન્યો પહેલાથી વધુ ખતરનાક

હજુ સુધી વૈજ્ઞાનક સંપૂર્ણપણે કોરોનાને સમજ્યા પણ નથી કે કોરોનાએ ખુદને બદલવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોા વાયરસે સાડા ચાર મહિનામાં 50 લાખથી વધુ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. અત્યાર સુધી 3.28 લાખ લોકો આ બિમારીના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હજુ સુધી વૈજ્ઞાનક સંપૂર્ણપણે કોરોનાને સમજ્યા પણ નથી કે કોરોનાએ ખુદને બદલવાનુ શરૂ કરી દીધુ છે. ચીનના પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના ફરીથી પગ પસારી રહ્યો છે. આ વખતે કોરોનાના લક્ષણ બદલાઈ રહ્યા છે જેનાથી સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે. વળી, વાયરસ હવે શરીરને પહેલાથી વધુ નુકશાન પહોંચાડી રહ્યો છે.

પૂ્ર્વોત્તરમાં આવ્યા નવા કેસ

પૂ્ર્વોત્તરમાં આવ્યા નવા કેસ

ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર જિલિન અને હેઈલાંગજિઆંગમાં જે દર્દી મળ્યા છે તેમાં પહેલાથી અલગ લક્ષણ દેખાઈ રહ્યા છે. ક્રિટિકલ કેર મેડિસિના વિશેષજ્ઞ ક્યુ હાઈબોના જણાવ્યા મુજબ પૂર્વોત્તરમાં જે દર્દી મળી રહ્યા છે, તેમનો ઈન્ક્યુબેશન પીરિયડ લાંબો છે એટલે કે નવા દર્દીમાં લક્ષણ વિલંબથી દેખાઈ રહ્યા છે. હાએબોના જણાવ્યા મુજબ જ્યારે લક્ષણ વિલંબથી દેખાય છે તો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોમાં ખતરો વધુ રહે છે. વળી, નવા દર્દીઓમાં વાયરસ પહેલાની તુલનામાં વધુ વાર સુધી રહે છે. એવામાં શરીરને વધુ નુકશાન પહોંચાડે છે. વળી, પૂર્વોત્તરમાં જે દર્દી આવ્યા છે તેમાંથી બહુ ઓછા લોકોને તાવ આવ્યો છે. આ દરમિયાન વાયરસ માત્ર ફેફસા પર હુમલો કરીને તેને નુકશાન પહોંચાડી રહ્યો છે. મોટભાગના કેસોમાં શરીરના બાકીના અંગ ઠીક રહે છે.

શું કહે છે વિશેષજ્ઞો?

શું કહે છે વિશેષજ્ઞો?

ચીની વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કોરોનાના વધતા કેસો બાદ વુહમાનને સીલ કરી દેવામાં આવ્યુ હતુ. ત્યાંથી કોઈને આવવા-જવાની મંજૂરી નહોતી. હાલમાં જ ઘણા લોકો વિદેશથઈ આવ્યા છે જે બાદમાં કોરોના પૉઝિટીવ નીકળ્યા. ચીનના પૂર્વોત્તર વિસ્તારની સીમા રશિયા પાસે છે. એવામાં બની શકે કે અહીં વિદેશની વાયરસ આવ્યો હોય જેના કારણે વુહાન અને અહીંના વાયરસમાં અંતર દેખાઈ રહ્યુ હોય. વાયરસનુ આ બદલાયેલુ સ્વરૂપ વૈજ્ઞાનિકોને પણ સમજમાં નથી આવી રહ્યુ. વિશેષજ્ઞો મુજબ જે લક્ષણો વિલંબથી દેખાયા તો સંક્રમણને રોકવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

WHOએ પણ જણાવ્યા હતા નવા લક્ષણ

WHOએ પણ જણાવ્યા હતા નવા લક્ષણ

હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કોરોના વિશે નવી ચેતવણી જારી કરી હતી. જે મુજબ કોરોના પૉઝિટીવ વ્યક્તિને બોલવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણ દેખાય તો તેણે તરત જ ડૉક્ટરની મદદ લેવી જોઈએ જ્યારે આ પહેલા નેશનલ હેલ્થ સર્વિસે કહ્યુ હતુ કે કોરોનાના શરૂઆતના લક્ષણ ખાંસી અને તાવ છે. બોલવા ઉપરાંત અમુક દર્દીઓને ચાલવામાં પણ મુશ્કેલી આવી રહી છે. એવામાં બધાઓ આ બે લક્ષણો પર ધ્યાન આપવુ જોઈએ.

પીએમ કેર્સ ફંડ માટે કરેલા ટ્વિટ બદલ સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં FIRપીએમ કેર્સ ફંડ માટે કરેલા ટ્વિટ બદલ સોનિયા ગાંધી સામે કર્ણાટકમાં FIR

English summary
corona symptoms changed in northeastern states of China
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X