corona update : ચીનમાં કોરોનાની નવી લહેરનું જોખમ, એક અઠવાડિયામાં નોંધાઇ શકે છે સાડા છ કરોડ કેસ
corona update : ચીનમાં ફરીથી કોરોનાની લહેર ઉઠી શકે છે. આ લહેર એટલી ઘાતક હશે કે, જૂન મહિનાના દરેક અઠવાડિયામાં સાડ છ કરોડ લોકો કોરોના સંક્રમિત થશે. આ દાવો ચીનના નેશનલ ક્લિનિકલ રિસર્ચ ફોર રેસપિટેટરી ડિસીસના નિર્દેશક ઝોંગ નાનશન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ચીનમાં એપ્રિલથી વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ - મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં એપ્રિલ મહિનાથી કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ XBBને ચીનમાં કોરોના સંક્રમણ વધવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

ચીનના ગુઆંગઝો શહેરમાં એક બાયોટેક કોન્ફરન્સને સંબોધિત કરતા સમયે ઝોંગ નાનશને આ દાવો કર્યો હતો. ઝોંગ નાનશને જણાવ્યું હતું કે, ચીનમાં મેના અંત સુધીમાં દર અઠવાડિયે 4 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થશે. આ સાથે સાથે જૂન સુધીમાં આ આંકડો સાડા છ કરોડ સુધી પહોંચી શકે છે.
ચીની મીડિયા અનુસાર, XBB એ Omicron ના BA.2.75 અને BJ.2 સબ વેરિયન્ટ્સનું હાઇબ્રિડ સ્વરૂપ છે. ગયા વર્ષની શરૂઆતમાં, ચીનમાં કોરોના રોગચાળાએ સમગ્ર દેશને લપેટમાં લીધો હતો. આવા સમયે ચીનમાં દરરોજ લગભગ 35 મિલિયન કોરોના સંક્રમિત જોવા મળતા હતા. આવા સમયે, કોરોનાની લહેરને ધ્યાનમાં રાખીને, ચીનની સરકારે પણ બચાવની તૈયારી શરૂ કરી દીધી છે.
આ અંતર્ગત ચીનમાં નવી કોરોના વેક્સીનના ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે, જે કોરોનાના XBB વેરિઅન્ટ સામે અસરકારક રહેશે. ચીનના ડ્રગ રેગ્યુલેટર્સે આ રસીના પ્રારંભિક બે તબક્કાઓને મંજૂરી આપી દીધી છે અને III અને IV તબક્કાના ટ્રાયલ પછી ટૂંક સમયમાં તેને મંજૂરી આપશે.












Click it and Unblock the Notifications
