For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પાર

કોરોના વાયરસના કારણે અમેરિકામાં સોમવાર સુધી 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે અમેરિકામાં સોમવાર સુધી 3000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સંખ્યા એવા સમયમાં સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે દેશમાં આ મહામારીના કારણે એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. ન્યૂયોર્કમાં અમેરિકી નેવીની હોસ્પિટલ શિપ પણ સોમવારે પહોંચી ગઈ છે અને આ શિપ પર 1000 લોકોના ઈલાજની સુવિધા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીનો આંકડો 1.6 લાખથી વધુ થઈ ગયો છે.

new york

નેવીએ તૈયાર કરી 1000 લોકો માટે હોસ્પિટલ

અહીં અત્યાર સુધી 3,071 લોકોના મોત થઈ ચૂક્યા છે અને સોમવારે જ 540 લોકોના મોત થઈ ગયા છે. કુલ દર્દી 163,000 છે અને આ આંકડો અત્યાર સુધીનુ સર્વોચ્ચ સ્તર છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના લોકોએ હડસન નદીની બંને તરફ ઉભા રહીને યુએસ નેવી માટે તાળીઓ વગાડી. નેવીએ એક ઓઈલ ટેન્કરને સફેદ રંગથી પેઈન્ટ કરી છે અને તેના પર રેડક્રોસ બનાવ્યુ છે. નેવીની શિપ જેવી સ્ટેચ્યુ ઑફ લિબર્ટીથી આગળ વધ્યુ બીજા જહાજો અને હેલીકૉપ્ટર્સનો સાથ મળ્યો.

આ શિપ પર 1000 લોકોનો ઈલાજ થઈ શકે છે. અહીં એ લોકોનો ઈલાજ થશે જે કોરોના વાયરસ સંક્રમિત નથી અને તેમને કોઈ ઑપરેશન કે પછી ક્રિટિકલ કેરની જરૂર નથી. નેવી તરફથી કહેવામાં આવ્યુ છે કે આ પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો છે જેથી બીજા સંશાધને જે વાયરસ સામે લડી રહ્યા છે તેના પર બોજ ન પડે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યુ, આ એક યુદ્ધનો સમય છે અને આપણે સૌએ એખસાથે આવવુ પડશે. ન્યૂયોર્કમાં હોસ્પિટલ ફૂલ થઈ ચૂક્યા છે અને અધિકારીઓએ વૉલેંટિયર હેલ્થ કેર વર્કર્સને આગળ આવવા કહ્યુ છે.

આ પણ વાંચોઃ 7 દિવસ બાદ સેલ્ફ આઈસોલેશનથી બહાર આવ્યા પ્રિંસ ચાર્લ્સઆ પણ વાંચોઃ 7 દિવસ બાદ સેલ્ફ આઈસોલેશનથી બહાર આવ્યા પ્રિંસ ચાર્લ્સ

English summary
Coronavirus: more than 3000 killed in US New York mayor asking govt to help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X