For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: બ્રિટનમાં મળેલ વેરિઅન્ટ પહોંચી રહ્યો છે બીજા દેશોમાં, સિંગાપુરમાં મળ્યો પહેલો કેસ

સિંગાપુરમાં પણ વૈજ્ઞાનિકોને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના વેરિઅન્ટનો પહેલો કેસ મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

સિંગાપુરઃ Coronavirus New Strain In Singapore: કોરોના વાયરસ સતત પોતાનો વેરિઅન્ટ બદલી રહ્યો છે. આખી દુનિયા અત્યારે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના વેરિઅન્ટથી એક વાર ફરીથી દહેશતમાં છે. તેનો ફેલાતો રોકવા માટે બધા દેશો પૂરી સાવચેતી રાખી રહ્યા છે પરંતુ તેના ફેલાવ શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન સિંગાપુરમાં પણ વૈજ્ઞાનિકોને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના વેરિઅન્ટનો પહેલો કેસ મળ્યો છે.

corona

સિંગાપુરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે 17 ડિસેમ્બર બાદથી યુરોપ પહોંચનાર કોવિડ-19ના કેસોનુ પરીક્ષણ કરવામાં આવ્યુ જેમાં 17 વર્ષીય કિશોરીમાં B117 વેરિઅન્ટનો કોવિડ વાયરસ જોવા મળ્યો છે. જ્યારે 11 અન્ય લોકોમાં આના પ્રાથમિક લક્ષણ જોવા મળ્યા છે. જે કિશોરીમાં આ વાયરસ મળ્યો છે તે બ્રિટનમાં અભ્યાસ કરી રહી હતી અને 6 ડિસેમ્બરે સિંગાપુર પહોંચી હતી. 8 ડિસેમ્બરે તે કોવિડ-19 પૉઝિટિવ મળી આવી હતી.

સિંગાપુર થયુ સતર્ક

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે જેવી તે સિંગાપુર પહોંચી હતી તેને આઈસોલેશનમાં મૂકી દેવામાં આવી હતી. જેથી તેનાતી આ વાયરસ કોઈ બીજામાં ન ફેલાય. આગળ કહેવામાં આવ્યુ છે કે એવુ કોઈ પ્રમાણ નથી કે B117 વાયરસનુ કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યુ હોય. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સિંગાપુર માટે પડકાર બની શકે છે. દેશમાં બ્રિટનથી આવતા મુસાફરોને રોકવા માટે કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આમાં છેલ્લા 14 દિવસોમાં દેશમાં પહોંચનાર કે પછી અહીંથી પસાર થનાર બંને શામેલ છે. સિંગાપુરની કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં આા સંક્રમણની ગતિ ઘટાડવામાં સફળતા માટે ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

બ્રિટનમાં લાગુ છે પ્રતિબંધ

બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટના કેસ મળ્યા બાદ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને દેશભરમાં કડક પ્રતિબંધો લગાવી દીધા છે. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ પહેલા જોવા મળેલ વેરિઅન્ટની સરખામણીમાં 70 ટકા વધુ સંક્રમક જણાવાઈ રહ્યો છે.

પોપ ફ્રાન્સિસે ફરીથી લાઈક કરી દીધો બિકિની મૉડલનો ફોટોપોપ ફ્રાન્સિસે ફરીથી લાઈક કરી દીધો બિકિની મૉડલનો ફોટો

English summary
Coronavirus new strain first case in Singapore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X